Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા ભાજપ કાર્યાલયમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન:દિલ્હીમાં મહિલાઓ પર અત્યાચારના મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા; પોલીસે અટકાયત કરી

    2 days ago

    મહેસાણા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ અચાનક પ્રવેશીને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં ન્યાય માટે લડતી મહિલાઓ પર થતાં અત્યાચાર અને રાહુલ ગાંધીના લોકશાહી બચાવવાના પ્રયાસો સામે ભાજપ મહિલા મોરચા દ્વારા કરાયેલા વિરોધના ઉત્તરમાં કોંગ્રેસની મહિલાઓએ આ પ્રદર્શન યોજ્યું હતું. ભાજપ કાર્યાલયમાં સૂત્રોચ્ચાર કર્યા મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ડો. મેઘા કે. પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ભાજપ કાર્યાલય કેમ્પસમાં ઘૂસી ગઈ હતી. કાર્યકરોએ હાથમાં પોસ્ટર અને બેનરો સાથે "રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ" અને "હાય હાય મોદી"ના બુલંદ નારા લગાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થિતિ વધુ ન વણસે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા કાર્યકરોની અટકાયત કરાઈ પોલીસે આવેશપૂર્વક વિરોધ પ્રદર્શિત કરી રહેલી મહિલા કોંગ્રેસની તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને વાહનમાં બેસાડીને 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય:ગાંધીનગર મનપાની 44માંથી 38 અને ઓખા નગરપાલિકાની 36માંથી 33 બેઠકો પર જીત મેળવી
    Next Article
    નવસારીના પેરાગામમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો:ખેતર અને વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડી દેખાતી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment