Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના પેરાગામમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો:ખેતર અને વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડી દેખાતી હતી

    2 days ago

    નવસારી શહેર નજીક આવેલા પેરાગામમાં છેલ્લા ઘણા દિવસથી ખેતર અને વાડી વિસ્તારમાં દીપડી દેખાતી હોવાની ઘટનાઓ સામે આવી રહી હતી. આથી ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી હતી. દરમિયાન વન વિભાગ દ્વારા ખેડૂતના ખેતર નજીક પાંજરું ગોઠવવામાં આવતાં આજે વહેલી સવારે આશરે દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે ખેડૂતના ખેતર નજીક પાંજરું ગોઠવ્યું પેરાગામના ખેતર અને વાડી વિસ્તારમાં દીપડી દેખાતી હોવાની જાણ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં વન વિભાગે દીપડીને પકડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ખેડૂત પ્રભુભાઈ ખુશાલભાઈ પટેલના ખેતર નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે શિકારની શોધમાં આવેલી દીપડી પાંજરે પુરાઈ વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલી આશરે દોઢ વર્ષની દીપડી ફસાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીનો કબજો મેળવ્યો હતો. તબીબી તપાસ બાદ જંગલમાં સુરક્ષિત છોડાશે પેરાગામમાં દીપડી પાંજરે પુરાતાં સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. હવે વન વિભાગ દ્વારા દીપડીની જરૂરી તબીબી તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા ભાજપ કાર્યાલયમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન:દિલ્હીમાં મહિલાઓ પર અત્યાચારના મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા; પોલીસે અટકાયત કરી
    Next Article
    Is Mrunal Thakur Part Of Allu Arjun's Raaka? Actor Says She Hasn't Signed A Film In 9 Months

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment