Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય:ગાંધીનગર મનપાની 44માંથી 38 અને ઓખા નગરપાલિકાની 36માંથી 33 બેઠકો પર જીત મેળવી

    1 day ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાએ વિકાસ અને સુશાસન પર વિશ્વાસની મહોર મારી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 44માંથી 38 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે ઓખા નગરપાલિકાની 36માંથી 33 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઉપરાંત ખેરાલુ, બાયડ અને ઉદેપુર નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થયો છે. ચૂંટણી સમયે જ દેખાતા વિપક્ષી નેતાઓને મતદારોએ જવાબ આપ્યોઃ જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આ વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ભાવનું પરિણામ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત વિકાસકાર્યો પર નજર રાખી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દિવસ-રાત જોયા વગર જનતાની વચ્ચે રહીને કામ કરે છે, જેના કારણે જનતાનો પક્ષ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી સમયે જ દેખાતા વિપક્ષી નેતાઓને જનતાએ મતદાન દ્વારા જવાબ આપ્યો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા જૂઠ્ઠા પ્રચારનો ગુજરાતની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની જનતાએ ભાજપનાં વિકાસકાર્યોને સ્વીકાર્યાં છે અને ફરી એકવાર ભાજપ પરનો પોતાનો અતૂટ વિશ્વાસ સાબિત કર્યો છે. પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ભાજપ સરકાર રોજગાર, ખેડૂતો અને યુવાનોના વિકાસ માટે કટિબદ્ધ છે. ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવીને વિકાસના રાજકારણને સમર્થન આપ્યું છે. આ ભવ્ય વિજય બદલ તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ ગુજરાતની જનતાના આશીર્વાદ હંમેશાં જળવાઈ રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકાયું:જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા અને ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે કરાવ્યું ઉદ્ઘાટન
    Next Article
    મહેસાણા ભાજપ કાર્યાલયમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન:દિલ્હીમાં મહિલાઓ પર અત્યાચારના મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા; પોલીસે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment