Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘામાં યુવકની હત્યા મામલે ત્રણ આરોપી ઝડપાયા:બે મહિના પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી હત્યા નિપજાવી'તી

    1 day ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા ગામેં રહેતા પચીસ વર્ષીય યુવક ગઈકાલના રોજ બપોરે તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે બે માસ પૂર્વે થયેલી માથાકુટની દાઝ રાખી ત્રણ શખસ ઘસી આવી યુવક પર છરી વડે જિવલેણ હુમલો કરતા તેને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મૃત્યું નીપજતા ઘોઘા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં ત્રણેય શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળ બે મહિના પહેલા થયેલો ઝઘડો કારણભૂત બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં આવેલ કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગ તેમજ એસી ફિટીંગનું કામ કરતા મોઈનભાઈ મોમીનભાઈ શેખ (ઉ.વ.25) ગઈકાલના રોજ બપોરના 12.30 ક્લાકના અરસા દરમિયાન ઘોઘાની અસરફશા દરગાહ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા તે વેળાએ બે માસ પૂર્વે માથાકુંટ થઈ હતી તે વાતની દાઝ રાખી આજ વિસ્તારમાં રહેતા અસ્લમ મહેબુબભાઈ શેખ, જુલીયન મેકવાન અને તેના પિતા સંજય ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન ધસી આવી મોઈનભાઈ સાથે માથાકુટ કરી તેના પર જીવલેણ હુમલો કરીને છાતીના અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડતા મોહિનભાઈને સારવાર અર્થે ઘોઘા સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. ઝડપાયેલા ત્રણ આરોપીઓના નામ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે ત્રણેય શખ્સો સામે BNS એક્ટ 103(1) 54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી યુવકને મોતને ઘાટ ઉતારનાર અસ્લમ મહેબુબભાઈ શેખ (રહે. કસ્બાતીવાડ, ઘોઘા) જુલીયન મેકવાન અને તેના પિતા સંજય ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન (રહે બન્ને.ખ્રિસ્તીવાડા.ઘોઘા) ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બીજા નોરતે ગરબા રમવા ન મળતા અમદાવાદીઓ વિફર્યાં, VIDEO:પોસ્ટર ફાડ્યા-લોખંડની જાળી ઉખેડી, જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં આજે ગરબા થશે, મંજૂરી મળી
    Next Article
    BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં સિદ્ધિ મેળવી:નવસારી મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધામાં 10 વિજેતા સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment