Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં સિદ્ધિ મેળવી:નવસારી મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધામાં 10 વિજેતા સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

    1 day ago

    નવસારી મહાનગરપાલિકા ઝોન કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેમણે વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, લોકનૃત્ય, લોકગીત, ભજન અને તબલાવાદન જેવી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 10 વિજેતા સ્થાન મેળવ્યા. વક્તૃત્વમાં ક્રિશીલ જયરાજ સોનીએ પ્રથમ, નિબંધ લેખનમાં ફેનીબેન રાહુલભાઈ હળપતિએ દ્વિતીય ક્રમ મેળવ્યો. ચિત્રકલામાં ઝલક ધર્મેન્દ્રભાઈ મોચીએ (6-14 વર્ષ) પ્રથમ અને વિહા ઘનશ્યામ જેઠવાએ (15-20 વર્ષ) દ્વિતીય ક્રમ મેળવ્યો. ભરતનાટ્યમમાં જિશા મનીષભાઈ આહીર તૃતીય સ્થાને રહ્યા. લોકનૃત્યમાં શાળાની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય અને લોકગીતમાં ઋત્વા બ્રિજેશકુમાર ગઢવીએ દ્વિતીય ક્રમ મેળવ્યો. ભજનમાં ધાર્મિક પી. ગુપ્તાએ (15-20 વર્ષ) પ્રથમ અને શિક્ષક નિતેશ પ્રમોદભાઈ પટેલે (21-59 વર્ષ) દ્વિતીય ક્રમ મેળવ્યો. તબલા સ્પર્ધામાં પ્રસિદ્ધ વ્યોમ પટેલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા.
    Click here to Read More
    Previous Article
    ઘોઘામાં યુવકની હત્યા મામલે ત્રણ આરોપી ઝડપાયા:બે મહિના પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી હત્યા નિપજાવી'તી
    Next Article
    અમરેલીમાં પ્રાકૃતિક ખેતીના પોષણયુક્ત ખાદ્યપદાર્થો પર જાગૃતિ:કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’નું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment