Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોબા કેનાલ 12-લેન બ્રિજ, 90 ટનનું પોન્ટૂન બ્રિજ પાણીમાં લોન્ચ:400 ટન ક્ષમતાની બે જાયન્ટ ક્રેનથી નર્મદા મુખ્ય નહેરમાં વિશાળ સ્ટ્રક્ચરનું સ્થાપન; હવે બોટલનેકમાંથી મળશે મુક્તિ

    20 hours ago

    ગાંધીનગરના કોબા-એરપોર્ટ રોડ નજીક નર્મદા મુખ્ય નહેર પર વિશાળ અને અત્યાધુનિક પોન્ટૂન બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ હોવા છતાં આગામી બ્રિજના બાંધકામની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે આ પોન્ટૂન સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. 90 ટન લોડવાળું સ્ટ્રક્ચર, બે 400 ટનની ક્રેનનો ઉપયોગ પોન્ટૂન બ્રિજનું સ્ટ્રક્ચર અંદાજે 90 ટન જેટલો ભારે લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિશાળ સ્ટ્રક્ચરને નહેરના વહેતા પાણીમાં સ્થાપિત કરવું પડકારજનક હતું. જોકે, 400 ટન ક્ષમતા ધરાવતી બે જાયન્ટ ક્રેનની મદદથી અત્યંત ચોકસાઈપૂર્વક પોન્ટૂનને પાણીમાં ઉતારી નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન એક તરફ નર્મદા નહેરનો પાણીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો અને બીજી તરફ ભારે સ્ટ્રક્ચરના લોન્ચિંગ અને પોઝિશનિંગની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના પાટનગર યોજના વિભાગ-3ના એન્જિનિયરો તથા ટેક્નિકલ ટીમના સંકલનથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. પાણી વચ્ચે બાંધકામ માટે પોન્ટૂન ‘વર્કિંગ પ્લેટફોર્મ’ બનશે નર્મદા મુખ્ય નહેરમાં સતત પાણી વહેતું હોવાથી બ્રિજના બાંધકામ દરમિયાન ભારે મશીનરી અને કામદારો માટે સીધી રીતે કામ કરવું પડકારજનક બને છે. આવા સંજોગોમાં પોન્ટૂન બ્રિજ પાણી ઉપર વર્કિંગ પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આના કારણે નહેરના પાણીના પ્રવાહને રોક્યા વિના બ્રિજના બાંધકામની વિવિધ કામગીરી, ભારે મશીનરીની અવરજવર અને અન્ય સિવિલ વર્ક આગળ વધારી શકાશે. હાલનો 6 લેન બ્રિજ, હવે કુલ 12 લેન થશે કોબા-એરપોર્ટ રોડ પર નર્મદા મુખ્ય નહેરનો બ્રિજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના સૌથી મહત્વના ટ્રાફિક કોરિડોર પૈકીનો એક છે. હાલનો બ્રિજ 6 લેનનો છે, પરંતુ વાહનોની વધતી સંખ્યાને કારણે અહીં વારંવાર ટ્રાફિકનું દબાણ સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હાલના બ્રિજની બંને બાજુ 3-3 લેનના નવા બ્રિજ બનાવવાની યોજના છે. એટલે કે જૂના 6 લેન બ્રિજ સાથે બંને તરફના નવા બ્રિજ તૈયાર થયા બાદ આ સમગ્ર કેનાલ ક્રોસિંગની ક્ષમતા 12 લેન સુધી પહોંચશે. ‘બોટલનેક’ દૂર થતાં ટ્રાફિક ફ્લો સુધરશે અમદાવાદથી ગાંધીનગર, એરપોર્ટ અને આગળના વિસ્તારો તરફ જતા વાહનો માટે કોબા-ભાટ-એરપોર્ટ રોડ અત્યંત મહત્વનો છે. આ માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ સતત વધતું હોવાથી નર્મદા કેનાલનો હાલનો બ્રિજ એક પ્રકારના ‘બોટલનેક’ તરીકે ઉભરી આવ્યો છે. 12 લેનની વ્યવસ્થા ઊભી થયા બાદ આ બોટલનેક દૂર થવાની સાથે વાહનોનો પ્રવાહ વધુ સરળ બનશે અને પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યામાં પણ રાહત મળવાની અપેક્ષા છે. વિકાસની ગતિ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારવાનું આયોજન ગાંધીનગરમાં નવા રહેણાંક વિસ્તારો, સરકારી કચેરીઓ, GIFT City, એરપોર્ટ કનેક્ટિવિટી અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને માર્ગોના વિસ્તરણની જરૂરિયાત વધી રહી છે. આવા સમયે કોબા કેનાલ બ્રિજને 12 લેન સુધી વિકસાવવાની યોજના ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની રહી છે. વહેતા નર્મદા નહેરના પાણી વચ્ચે 90 ટનનું વિશાળ પોન્ટૂન સ્ટ્રક્ચર, તેને સ્થાપિત કરવા બે 400 ટન ક્ષમતાની જાયન્ટ ક્રેન અને કુશળ એન્જિનિયરિંગનું સંકલન—કોબા કેનાલ પરનું આ લોન્ચિંગ ગાંધીનગરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વધુ એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ તિથલ BAPS મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી:10 હજારથી વધુ ભક્તોએ દર્શન, રક્ષા સૂત્રનો લાભ લીધો
    Next Article
    Census 2027 Asks 40 Questions. Why Number 10 Is Complicated

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment