Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાવાડા ગૌશાળામાં બળેવ નિમિત્તે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો:બ્રાહ્મણ, ક્ષત્રિય સહિત અનેક જ્ઞાતિના યુવકોએ જનોઈ ધારણ કરી

    19 hours ago

    પાટણ તાલુકાના અનાવાડા ખાતે આવેલી ગૌશાળા અને ગૌ હોસ્પિટલ સંકુલમાં સૌપ્રથમ વખત બળેવના તહેવાર નિમિત્તે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રાહ્મણો તેમજ અન્ય જનોઈ ધારકોએ ભાગ લીધો હતો. વૃક્ષો અને ગૌમાતાઓના સાનિધ્યમાં આયોજિત આ પ્રસંગે પાટણવાડા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ અને પાંચ પરગણા બ્રાહ્મણ સમાજના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બારોટ, ક્ષત્રિય, ઠક્કર સહિત અન્ય જ્ઞાતિના ઓએ પણ નવીન યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં ગૌશાળાના દાતા અને ભાગવત કથાના યજમાન ચેતન વ્યાસ, ગૌશાળાના કાર્યવાહક દિનેશ જોષી, હિરેન બારોટ, અલ્પેશ બારોટ, ભદ્રેશ વ્યાસ અને ભાવેશ બારોટ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. વિદ્વાન પંડિત અલ્પેશ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ગોબર અને ગૌમૂત્રથી પવિત્રીકરણ કરાયા બાદ નવીન યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી. સમગ્ર વિધિવિધાન આશરે અઢી કલાક સુધી ચાલ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોએ કપિલા ગૌમાતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રણછોડરાયજી મંદિરે અનોખી રક્ષાબંધન પરંપરા:બહેનો ભાઈઓ પહેલાં ભગવાનને રાખડી બાંધે છે
    Next Article
    વલસાડ તિથલ BAPS મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી:10 હજારથી વધુ ભક્તોએ દર્શન, રક્ષા સૂત્રનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment