Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના રણછોડરાયજી મંદિરે અનોખી રક્ષાબંધન પરંપરા:બહેનો ભાઈઓ પહેલાં ભગવાનને રાખડી બાંધે છે

    18 hours ago

    રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ નજીક આવેલા કોસંબા ગામના 400 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં એક અનોખી પરંપરા પ્રચલિત છે. અહીંની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધતા પહેલાં ભગવાન રણછોડરાયજીને રાખડી અર્પણ કરે છે. મંદિરના પૂજારી ભૂપેન્દ્ર કિશનદાસે જણાવ્યું કે, આ મંદિર આશરે 400 વર્ષથી પણ વધુ જૂનું છે અને અહીં બિરાજમાન પ્રતિમા સ્વયંભૂ છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન દ્વારકાથી સાધુના વેશમાં આવ્યા હતા અને પીતાંબરદાસ નામના ભક્તને પોતાની મૂર્તિ આપી ગયા હતા. ત્યારથી આ સ્થળ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રણછોડરાયજી મંદિરની એક અન્ય વિશેષતા એ છે કે દરિયાઈ માર્ગે વહાનવટુ (સાગર ખેડૂતો) કરતા ભક્તો અહીં વિશેષ પૂજા-અર્ચના કરવા આવે છે. તેઓ પોતાની સફર પર નીકળતા પહેલાં ભગવાન રણછોડરાયજીના આશીર્વાદ લે છે અને ત્યારબાદ જ પોતાની દરિયાઈ યાત્રાનો પ્રારંભ કરે છે. આ મંદિરે દર પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. વલસાડ તાલુકા ઉપરાંત ધરમપુર, પારડી, ખેરગામ, બિલિમોરા, નવસારી અને આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી નાની-મોટી તમામ જ્ઞાતિના ભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડે છે. દર પૂનમે મંદિર ટ્રસ્ટ/મંદિર પરિવાર દ્વારા 700 થી 1000 થી વધુ ભક્તો માટે વિનામૂલ્યે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘મોદી સાહેબની ખાસ ઈચ્છા છે’:અમિત શાહ આવું બોલ્યા ને ગોવિંદ કાકાએ હાથ જોડ્યા; મંત્રી પ્રવિણ માળી ‘બૂલેટ રાજા’ બની ગયા
    Next Article
    અનાવાડા ગૌશાળામાં બળેવ નિમિત્તે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો:બ્રાહ્મણ, ક્ષત્રિય સહિત અનેક જ્ઞાતિના યુવકોએ જનોઈ ધારણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment