Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તી લોનના નામે લોકોને ખંખેરનાર બે શખસો ઝડપાયા:ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તથા ઈમેલ આઈડીના આધારે કડી મળી, સાયબર ક્રાઇમે મુદ્દામાલ કબ્જે કર્યો

    10 hours ago

    વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમની ટીમે બેંક લોનના નામે નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરી દિલ્હીથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડીઓએ દિલ્હીમાં એક કોલ સેન્ટર શરૂ કરીને ત્યાં કેટલાય યુવાનોને નોકરી પર રાખ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. વડોદરાના બે નાગરિકોને છેતર્યા હતા ઓનલાઇન છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને છેતરવાની નવી નવી સ્કીમ શોધી લેતા હોય છે. ત્યારે વડોદરામાં આવી છેતરપિંડી કરનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ, વડોદરાના બે અલગ-અલગ નાગરિકોને સસ્તી કે સરળ લોન અપાવવાની લાલચ આપીને આ ઠગોએ કુલ 18 લાખ 38 હજાર રૂપિયા અને 5 લાખ 29 હજાર રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી હતી. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે પગેરું મેળવ્યું સસ્તી લોન આપવાના બહાને અનેક લોકો નાગરિકો સાથે છેતરપિંડી કરે છે. ત્યારે આ મામલે વડોદરાના ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તથા ઈમેલ આઈડીની કડીના આધારે દિલ્હી સુધી પહોંચી આ રેકેટનું પગેરું મેળવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીમાંથી જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય અને અભિષેકકુમાર હેમલકુમાર નામના બે આરોપીઓને દબોચી લીધા છે. 2 લેપટોપ અને 2 સીમકાર્ડ જપ્ત કર્યા વડોદરા સાયબર ક્રાઇમના એસપી એમ એમ રાજપૂતે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતનો શંકાસ્પદ તથા ટેકનિકલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમની ટીમ બંને આરોપીઓને વડોદરા ખાતે લાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તથા દેશના અન્ય કયા નાગરિકો આનો ભોગ બન્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 વેપારીઓને ત્યાં તપાસ કરી:તહેવારો પહેલાં સ્ટેશન રોડ પરથી ખાદ્ય તેલના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
    Next Article
    ભાવનગરમાં મીણબત્તી સર્કલ પાસે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:45 કાર્યકરોની અટકાયત; પોલીસ પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પક્ષપાતનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment