Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂથળ ગામે શૌચાલય નિર્માણમાં ગેરરીતિના આક્ષેપો.:માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે જાહેર શૌચાલયના બાંધકામમાં પાયા વગર કામ અને નબળા મટીરીયલના આક્ષેપો, તંત્રએ તપાસની ખાતરી આપી.

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે જાહેર શૌચાલયના બાંધકામને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. સરકારની ગ્રાન્ટમાંથી ચાલી રહેલા આ કામમાં પાયા ખોદ્યા વગર જ બાંધકામ કરાયું હોવાનો અને નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જાહેર શૌચાલયનું કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું હોવા છતાં તપાસ નહીં થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં ન લેવાયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ​આ અંગે જુથળ ગામના સુરેશ ડાભીએ જણાવ્યું હતું કે ગામમાં શૌચાલયની જરૂરિયાત હોવાથી સરકાર દ્વારા શૌચાલય મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અત્યંત નબળી કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાંચ લાખ રૂપિયાનું કામ ફાળવવામાં આવ્યું હોવા છતાં તે મુજબનું કામ થઈ રહ્યું નથી અને બાંધકામમાં નબળા પાણા, નબળી કપચી તેમજ રેતી તથા અન્ય મટીરીયલ વાપરવામાં આવી રહ્યા છે. આ અંગે તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને બાથરૂમનું કામ યોગ્ય રીતે થાય તેવી તેમની માંગ છે. ​સ્થાનિકોના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા જૂથળ ગામના ઉપસરપંચના પ્રતિનિધિ નિતેશભાઈ વાછાણીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી સરકારશ્રીની આઈ.આર.જી. (IRD) ની યોજના હેઠળ મંજૂર થયેલી છે અને બસસ્ટેન્ડ જેવા મોકાના એરિયામાં કુલ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટના એસ્ટીમેટ મુજબ જ કામ કરવામાં આવી રહ્યું છે. જમીનના તળ પ્રમાણે કઠણ જમીન હોય તો પાયો ખોદવાની જરૂરિયાત રહેતી નથી, જેથી ત્રણ ડાબાથર લઈને કામ ચાલુ કરી નીચે કોપિંગનું કામ કરવામાં આવ્યું છે. પાણા વાપરવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે મીડિયમ અને જૂના પાણા માત્ર નીચે ડાબાથરમાં વાપરવામાં આવ્યા છે, બાકી કોઈ અનિયમિતતા નથી. ​આ સમગ્ર વિવાદ અંગે માળિયા હાટીના તાલુકા વિકાસ તંત્રના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે જૂથળ ગામે એસ.બી.એમ.જી. (SBMG) યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી બે લાખ રૂપિયા અને નાળાપંચના કન્વર્જેશન હેઠળ નેવું હજાર રૂપિયા સામૂહિક શૌચાલય માટે ફાળવવામાં આવ્યા છે. શૌચાલયના કામમાં નબળું કામ થતું હોવાની, ખાડા અને જૂના પાણા વાપરવાની તેમજ પાયા ન નાખવાની જે ફરિયાદો મળી છે, તે અનુસંધાને એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરાવવામાં આવશે. જો તપાસ દરમિયાન કામગીરીમાં કોઈ ખામી કે અનિયમિતતા જણાશે, તો નિયમ મુજબ કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાંકલ ઓવરબ્રિજની ડિઝાઇનમાં સુધારાની માંગ:તીસ્કરી-બારસોળ ચાર રસ્તે 25 મીટર દૂર અંડરપાસ ન હોવાથી 3 હજાર લોકોની અવરજવર પર અસર
    Next Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને ફાળે એક બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment