Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકલ ઓવરબ્રિજની ડિઝાઇનમાં સુધારાની માંગ:તીસ્કરી-બારસોળ ચાર રસ્તે 25 મીટર દૂર અંડરપાસ ન હોવાથી 3 હજાર લોકોની અવરજવર પર અસર

    1 day ago

    વલસાડના ધરમપુર-વલસાડ રાજ્ય ધોરીમાર્ગ પર વાંકલ બસ ડેપો પાસે બની રહેલા ઓવરબ્રિજની ડિઝાઇન સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. ફલધરા તરફ બે અંડરપાસ છે, પણ 25 મીટર દૂર તીસ્કરી-બારસોળ ચાર રસ્તા પાસે અંડરપાસ નથી. આનાથી ગ્રામજનોમાં નારાજગી છે અને અકસ્માતનો ભય છે. પઢીયાર ફળિયા સહિત આસપાસના ગામોના 3 હજારથી વધુ લોકો રોજિંદા કામકાજ માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ઓવરબ્રિજ બન્યા પછી તીસ્કરી-બારસોળ ચાર રસ્તેથી સીધી અવરજવર મુશ્કેલ બનશે. વાહનચાલકોને સર્વિસ રોડ પરથી વળાંક લેવો પડશે, જેનાથી અકસ્માતનું જોખમ વધશે. વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ચિંતા છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, કામગીરી પૂરી થાય તે પહેલાં માર્ગ અને મકાન વિભાગ સ્થળની તપાસ કરે. તીસ્કરી-બારસોળ ચાર રસ્તા પાસે ફોરવ્હીલર પસાર થઈ શકે તેવો અંડરપાસ મંજૂર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ગુરુકુળ મહિલા કોલેજમાં સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતા વર્કશોપ યોજાયો:100 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, નિષ્ણાતોએ નવા વિચારો વિકસાવવા માર્ગદર્શન આપ્યું
    Next Article
    જૂથળ ગામે શૌચાલય નિર્માણમાં ગેરરીતિના આક્ષેપો.:માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે જાહેર શૌચાલયના બાંધકામમાં પાયા વગર કામ અને નબળા મટીરીયલના આક્ષેપો, તંત્રએ તપાસની ખાતરી આપી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment