Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રંગતાળી ગરબા મહોત્સવની રંગત જામી:બીજા નોરતે પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ ખાતે આવેલા કળશ પાર્ટી પ્લોટમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ‘રંગતાળી 2026’ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના બીજા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ સંગીતના તાલે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. રંગબેરંગી પોશાક અને ગરબાની રમઝટે જમાવ્યો માહોલ ‘રંગતાળી 2026’ મહોત્સવમાં ખેલૈયાઓના રંગબેરંગી પરંપરાગત પોશાક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને સંગીતના સૂરથી સમગ્ર પાર્ટી પ્લોટમાં નવરાત્રિનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. બીજા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબાની મજા માણી હતી. મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. રોટરી ક્લબ હિંમતનગર દ્વારા આયોજન આ ગરબા મહોત્સવનું આયોજન રોટરી ક્લબ હિંમતનગર દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ રોટેરિયન મનીષ કિમતાણી, સેક્રેટરી રોટેરિયન જે. પી. રાવલ અને ફેસિલિટેટર રસિક પટેલ સહિત રોટેરિયન મેહુલ કોઠારી, ડૉ. મેહુલ પટેલ, ડૉ. યતીશ, ડૉ. જયદેવ, ડૉ. કેવલ, ડૉ. ભગવતરામ, રાજેશ પટેલ, કમલેશ નાઈ, રાજુ અમીન, જતીન પટેલ, જિગ્નેશ પટેલ, ધવલ દરજી, અજય દરજી અને બ્રિજેશ દરજી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોટરી ક્લબની સમગ્ર ટીમ અને ફ્રેન્ડ્સ કલ્ચર ગ્રુપના સભ્યોએ પણ હાજરી આપી હતી. ‘રંગતાળી 2026’ના બીજા નોરતે ખેલૈયાઓના ઉત્સાહ, પરંપરાગત વેશભૂષા અને ગરબાની રમઝટે નવરાત્રિની ઉજવણીને યાદગાર બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈટાલિયાએ અંબાલાલ જેવી આગાહી કરી:‘હાય રે ભાજપ’ અને ‘રાહુલ તેરી તાનાશાહી’ જેવા નારા લગાવતા BJPના મહિલા કાર્યકરોએ લોચો માર્યો, જુઓ VIDEO
    Next Article
    વેરાવળમાં 5.76 લાખનું 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ ઝડપાયું:એકની ધરપકડ, મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment