Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 5.76 લાખનું 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ ઝડપાયું:એકની ધરપકડ, મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરીને એમ્ફેટામિન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની સંયુક્ત ટીમે દરોડા દરમિયાન એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન, ઓટોરિક્ષા સહિત કુલ રૂ.6,32,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મુંબઈ અને વેરાવળના બે શખ્સોને પકડવાના બાકી છે. 57.65 ગ્રામ એમ્ફેટામિન સાથે એકની ધરપકડ 12 ઓક્ટોબર, 2026ના રોજ એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGએ મળેલી બાતમીના આધારે વેરાવળ બસ સ્ટેશન સામે આવેલા શક્તિમોલની પાછળ, સાંગાણી હોસ્પિટલવાળી ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગના વ્યાવસાય સાથે સંકળાએલો 39 વર્ષીય અલારખા ઇબ્રાહીમ કેસરીયા પાસેથી નેટ વજન 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સની કિંમત રૂ.5,76,500 આંકી છે અને અલારખા કેસરીયાની ધરપકડ કરી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસને બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ, પાર્સલનાં કાગળો, લેડીઝ ડ્રેસ, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને એક ઓટોરિક્ષા મળી આવ્યાં હતાં. પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરીને કુલ રૂ.6,32,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ આ કેસમાં મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા મોસીન યુસુફ તુર્ક અને વેરાવળની બાગે યુસુફ કોલોનીમાં રહેતા તોશીફ ઉર્ફે જીવાત મલેકને પકડવાના બાકી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ માદક પદાર્થનો જથ્થો પોતાના કબજામાં રાખીને છૂટક વેચાણ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આ બનાવ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતનાં પાસાંઓ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રંગતાળી ગરબા મહોત્સવની રંગત જામી:બીજા નોરતે પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
    Next Article
    બીજા નોરતે ગરબા રમવા ન મળતા અમદાવાદીઓ વિફર્યાં, VIDEO:પોસ્ટર ફાડ્યા-લોખંડની જાળી ઉખાડી, જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં આજે ગરબા થશે કે નહીં તેને લઈ સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment