Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા નોરતે ગરબા રમવા ન મળતા અમદાવાદીઓ વિફર્યાં, VIDEO:પોસ્ટર ફાડ્યા-લોખંડની જાળી ઉખાડી, જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં આજે ગરબા થશે કે નહીં તેને લઈ સવાલ

    1 day ago

    બીજા નોરતે ખેલૈયાઓ એક તરફ ગરબે ઘૂમી રહ્યા હતા ત્યાં બીજી તરફ અમદાવાદમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા રમ્યા વગર પરત ઘરે જવું પડ્યું હતું. ન્યૂ સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં કલાકો સુધી ખેલૈયાઓને એન્ટ્રી ગેટ પર ઊભા રાખવામાં આવ્યા હતા. પોલીસ પરવાનગી ન મળતા ગરબા શરૂ કરવામાં આવ્યા ન હતા. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયાઓએ હોબાળો કર્યા બાદ તોડફોડ કરીને પોસ્ટરો પણ ફાડી નાખ્યા હતા. કેટલાક ખેલૈયાઓ તો લાઈટો તોડીને પોતાની સાથે જ લઈ ગયા હતા. બીજા નોરતે ગરબા ન થવાને લઈ સાચી નવરાત્રિના આયોજકોએ ખેલૈયાઓની માફી માંગી છે. સ્થળ પરની તમામ વ્યવસ્થાઓની ચકાસણી માટે સમય લાગવાના કારણે ગરબાની રમઝટ ન થઈ શક્યા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. ટિકિટ બુક કરાવનાર ખેલૈયાઓને ટિકિટની રકમ તાત્કાલિક પરત કરવા માટે પણ આયોજકોએ જાહેરાત કરી છે. હજી સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ મળ્યો નથી, ત્યારે બીજા નોરતાના મોડી રાત્રે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ત્રીજા નોરતે પણ ગરબા યોજવા તૈયાર છીએ એવા પ્રકારે પોસ્ટ કરી દેવામાં આવી છે. જેને લઈ આજે 13 ઓક્ટોબરે ત્રીજા નોરતે ગરબા થશે કે નહીં એ સવાલ છે. આ પણ વાંચો: ફાયર NOC વગર જીગરદાન ગઢવીના ગરબા કોના આશીર્વાદથી યોજાયા? ગરબા સ્થળે ખેલૈયાઓની ધમાલ, જુઓ 4 તસવીર છેલ્લી ઘડીએ પણ પોલીસ મંજૂરી ન મળી પ્રથમ નારતે જ જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની મંજૂરી ન મળી હોવા છતાં પ્રથમ દિવસે ગરબા યોજવામાં આવતા હતા. જો કે બીજા દિવસે ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરીને સાંજે 7 વાગ્યા આસપાસ સાચી નવરાત્રિને NOC આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન મળ્યો હોવાથી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. સાંજ સુધીમાં પોલીસ પરવાનગી પણ મળી જશે તેવી આશા સાથે આયોજકો બેઠા હતા પરંતુ તે મળી શકી નહતી. 10 વાગ્યા સુધી જાણ ન કરી કે ગરબા થશે કે નહીં જો કે ખલૈયાઓને સાચી નવરાત્રિના આયોજકો દ્વારા ગરબા થશે કે નહીં તેને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. જેથી એસી ડોમમાં જીગરદાન ગઢવીની નવરાત્રિમાં ગરબે રમવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા સ્થળ પર 8 વાગ્યાથી પહોંચી ગયા હતા. પરંતુ થોડીવારમાં એન્ટ્રી આપવામાં આવશે તેવું કહેવામાં આવતા ખેલૈયા કલાકો સુધી એન્ટ્રી ગેટ પર ઉભા રહ્યા હતા. 10 વાગ્યા બાદ પણ એન્ટ્રી આપવામાં ન આવતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા. મોડે સુધી ગરબા ન થતા એન્ટ્રી ગેટ તોડ્યો ભારે હોબાળો મચાવી ખેલૈયાઓ એન્ટ્રી ગેટ તોડીને એસી ડોમમાં ઘૂસી ગયા હતા. એટલું જ નહીં રિફંડ રિફંડના નારા લગાવી હોબાળો કર્યો હતો. જે બાદ એસી ડોમમાં ખેલૈયાઓ ભેગા થઈ જતા લાઈટો પણ બંધ કરી દેવામાં આવતા વધારે રોષે ભરાયા હતા. જો કે ત્યારબાદ સ્ટેજ પરથી ગરબા નહીં યોજાય રિફંડ મળી જશે તેવી જાહેરાત કરતા ખેલૈયા વધારે રોષે ભરાયા હતા. એ સાથે જ નિરાશ થઈને ગરબા રમ્યા વગર બહાર નીકળવું પડ્યું હતું. CCTV-લાઈટ, પોસ્ટર અને સામાનને વેરવિખેર કર્યો આ દરમિયાન આયોજકો યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ સાથે ખેલૈયાઓએ ગરબા સ્થળ પર તોડફોડ કરી હતી. બેનરો, પોસ્ટરો, CCTV પણ તોડી નાખ્યા હતા. તેમજ રોષે ભરાયેલા ખેલૈયાઓ મંડપ ફાડી અને લાઈટો તોડી પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા. અમદાવાદીઓને ગરબા રમવા ન મળતા તેમનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. 'ગરબા રમવા ન મળતા કહી ન શકાય એટલું દુઃખ થયું' ગરબા રમવા માટે આવેલી હેલી પટેલે જણાવ્યું હતું કે, અમે સાચી નવરાત્રીમાં પાસ ખરીદીને આવ્યા હતા. પછી ખબર પડી કે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. તેમજ અંદર જવા દેવામાં ન આવતા કેટલાક લોકોએ તોડફોડ પણ કરી હતી. જો કે ત્યારબાદ ખબર પડી કે ગરબા રમવા દેવા માટે મંજૂરી આપવામાં આવી નથી. તો પછી તેમને અગાઉથી જાણ કરી દેવી જોઈએ જેથી અમે અમારા પૈસા પણ વેસ્ટ ન કરીએ. આવું કઈ હોય તો અગાઉથી જાણ કરી શકાતી હતી પરંતુ અમને કોઈ જાણ કરવામાં આવી ન હતી. એસી ડોમમાં આવ્યા તો લાઇટ પણ બંધ કરી દીધી હતી. ગરબા રમવા ન મળતા કહી ન શકાય એટલું દુઃખ થઈ રહ્યું છે. 'ફોટા પડાવવા તો આવ્યા ન હતા' ગરબા રમવા માટે આવેલી પ્રાંજલે જણાવ્યું હતું કે, અમે લોકો તૈયાર થઈને ફોટો પડાવવા માટે તો આવ્યા ન હતા, ગરબા રમવા જ આવ્યા હતા. ગરબા ન હતા થવાના તો પછી અગાઉથી જાણ કરવી જોઈતી હતી, જે કરવામાં આવી ન હતી. એવું કહે છે કે રિફંડ મળી જશે પરંતુ અમે હવે છેલ્લી ઘડીએ બીજે ક્યાંય જઈ પણ શક્યા નથી. તેમજ ગરબા રમવા ન મળતા એક દિવસ પણ બગડ્યો છે. પાસ લઈને આવ્યા છતાં એન્ટ્રી ન મળતા લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે કે તે જોવા મળતો હોય છે. રિંફડ કઈ રીતે મળશે તેનો પોસ્ટમાં ઉલ્લેખ નહીં રિફંડ કઈ રીતે મળશે તેને લઈને આયોજકો દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જે ખેલૈયાઓએ શો મેટ એપ પરથી ટિકિટ બુક કરી છે અને તેમાં રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. ટિકિટનું રિફંડ કેવી રીતે મેળવવું તેના માટે હજી સુધી લોકોમાં અસમંજસની સ્થિતિ છે. એ સાથે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં પણ લોકો સાચી નવરાત્રીનું આયોજન ખૂબ ખરાબ હોવાને લઈને જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 5.76 લાખનું 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ ઝડપાયું:એકની ધરપકડ, મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ
    Next Article
    'Can't Beat Me Up Or Shoot Me': Mithun Chakraborty's Boss Condition Before Joining Rajinikanth's Jailer 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment