Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં લોકોએ દાંડિયાની રમઝટ બોલાવી, બીજા નોરતે સોસાયટીના સભ્યોએ જોશભેર ગરબા અને દાંડિયા રમ્યા

    4 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારેપાલ વિસ્તારની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં બીજા નોરતે ગરબાનું આયોજન થયું હતું. સોસાયટીના સભ્યોએ ખૂબ જોશથી ગરબા રમ્યા. ગરબા પછી દોઢિયા અને છેલ્લે દાંડિયાની રમઝટ જામી હતી. બિલ્ડિંગના સભ્યો માટે નાસ્તામાં ઢોકળા અને સ્પ્રાઈટની વ્યવસ્થા કરાઈ હતી. નાની બાળકીઓ સુંદર ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુરતની વિજયદીપ સોસાયટીમાં બીજા નોરતે ગરબાની રમઝટ, ભક્તિ અને શ્રદ્ધા સાથે એકતાનો સંદેશ આપ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં બીજા દિવસે પટેલ બંધુઓએ આરતી ઉતારી, ડી બ્લોકના સુરેશભાઈ અને નરેશભાઈ પટેલે પરિવાર સાથે જગદંબાની આરતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment