Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ નવરાત્રીના બીજા દિવસે માતાજીની આરાધના, ડીજે દેવે ટીમલી વગાડતા બાળકો-યુવાનો ઉમંગથી ઝૂમ્યા

    2 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારે. ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ નવરાત્રીના બીજા દિવસે માતાજીની આરાધનાનો ભરપૂર આનંદ માણવામાં આવ્યો.આ પ્રસંગે ડીજે દેવે ટીમલી વગાડી હતી.ટીમલી ચાલુ થતાની સાથે જ નાના બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર તેના તાલે ગરબા રમ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં નોરતાની ધૂમ, સભ્યોએ સમયસર હાજરી આપી માતાજીની આરતી કરી, બાળકો પણ ઉત્સાહભેર જોડાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ દાંડિયા ધમાલ નવરાત્રીમાં આરતી અને ફૂલોની રંગોળી, કૃપાબેન શાહ, મોક્ષાબેન અને કૃષિબેને ફૂલોની રંગોળી બનાવી, ગરબાની રમઝટ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment