Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ધમાન સ્થા. જૈન સંઘ દ્વારા આયોજિત પ્રસંગે દાતા વરસ્યા:માધાપરમાં જૈન શાસન ભક્તિ માટે ઉપયોગી વીર વિતરાગ ધામ ‘વિવિધા’ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું

    8 hours ago

    માધાપરમા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યો અર્થે વર્ધમાન સ્થા. સંઘદ્વારા સંચાલિત “વીર વિતરાગ ધામ” (વિવિધા) વિવિધલક્ષી સંકુલ નિર્માણનું ભૂમિપૂજન યોજાયું હતું. ભૂમિદાતા શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબીયા તથા દિવાળીબેન ચુનીલાલ સાકરચંદ મહેતા પરિવારના સહયોગથી આ આયોજન હાથ ધરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ મનીષભાઈ મોરબીયા, દાતા પરિવારના વિનોદભાઈ ત્રિભોવન મહેતા, ડો. રૂપાલીબેન શશીકાંત મોરબીયા, સંજયભાઈ લક્ષ્મીચંદભાઈ વોરા તથા મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ દોશી, રમણીકભાઈ છાડવા, જીગરભાઈ છેડા, કૈલાશભાઈ દલિચંદ મહેતા, ભોગીલાલ મહેતા-મુન્દ્રા, સ્મિતભાઈ ઝવેરી, જીતેન્દ્રભાઈ ખંડોલ, ડો. મુકેશભાઈ ચંદે, અશ્વિનભાઈ લોદરીયા, સુરેશભાઈ મહેતા, સંઘ પ્રમુખ વસંતભાઈ ભાભેરા અને નરેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. હિતેશભાઈ ખંડોલે જૈન શાસન ભક્તિ માટે સંકુલને ઉપયોગી ગણાવ્યું હતું. મુખ્ય હોલનો લાભ જીગ્નેશભાઈ રમણીકલાલ દોશી અને હિંમતલાલ માવજીભાઈ ખંડોલ પરિવારે લીધો હતો. આ ઉપરાંત ઓફિસનો લાભ વાડીલાલ પરષોતમભાઈ શાહ પરિવારે, અન્નપૂર્ણા રૂમનો પ્રભાબેન ચુનીલાલ કોરડીયા પરિવારે તથા રૂમના લાભ સ્વરૂપચંદ માણેકચંદ ભાભેરા (બે રૂમ), ગાંધી ભરતભાઈ ચંદુલાલ ગાંધી, કમલેશભાઈ સંઘવી, તારાચંદભાઈ જગશીભાઈ છેડા, રમણિકભાઈ છાડવા તેમજ દલીચંદભાઈ અને રમણિકભાઈ સંયુક્ત પરિવારે લીધા હતા. ડો. બી. બી. મહેતા, ભારતીબેન ભાઈલાલ શેઠ, મીતાબેન મહેશભાઈ ખંડોલ, તારાબેન પ્રભુલાલ ભાભેરા અને પ્રવીણભાઈ નંદુભાઈ ગાલા ત્રંબો પરિવારે સહયોગી દાન આપ્યું હતું. સ્વાગત પ્રવચન વસંતભાઈ ભાભેરાએ, જ્યારે પ્રાસંગિક પ્રવચન જીતેન્દ્રભાઈ ખંડોલ, અધ્યક્ષ મનીષભાઈ શશીકાંતભાઈ મોરબીયાએ કર્યું હતું. સંચાલન મહેશભાઈ ખંડોલ અને મુકેશભાઈ શાહે સંભાળ્યું હતું. કમલેશ કોરડીયા, દિપેશભાઈ મહેતા, જીગ્નેશભાઈ ગાંધી તથા પ્રિતેશભાઈ વગેરે ટ્રસ્ટીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શ્રાવક-શ્રાવિકાઓનું સન્માન ધરા ખંડોલ અને દયાની મહેતાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વીબીસી યુવક મંડળ સાથે જીગ્નેશ કોરડીયા, સુમિત કુબડીયા, કિશોર વોરા, હેત ભાભેરા, વિનય મહેતા, ઉદય સંઘવી, જૈનમ સંઘવી, કિશોર ભાભેરા, વિરલ મહેતા, ઋષિ કોરડીયા અને ધન્ય ખંડોલે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    શક્તિની આરાધના:તવાંગના નુરાનંગ ધોધ પાસે ગુંજ્યા ગુજરાતી ગરબા!
    Next Article
    સુજલામ સુફલામ અંતર્ગત 30 લાખથી વધુની ગેરરીતિનો આક્ષેપ:કચ્છ યુનિવર્સિટી પોતાના સંકુલમાં તળાવ ખોદકામ અને ખનીજ ચોરીના વિવાદમાં !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment