Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શક્તિની આરાધના:તવાંગના નુરાનંગ ધોધ પાસે ગુંજ્યા ગુજરાતી ગરબા!

    7 hours ago

    ગુજરાતીઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવપ્રિયતાના રંગો પાથરીને ગુજરાતની આગવી ઓળખનો પરિચય કરાવે છે. નવરાત્રી એટલે ગુજરાતી સંસ્કૃતિનો આત્મા સમા ગરબાનો મહોત્સવ! ત્યારે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશમાં પણ ગરવી ગુજરાતનો રંગ જામ્યો હતો. અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ જંગ (નુરાનંગ) વોટરફોલ ખાતે નવરાત્રીના બીજા નોરતે અનોખો નજારો જોવા મળ્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફથી પ્રવાસે આવેલા ગુજરાતીઓએ આશરે 100 મીટરની ઊંચાઈએથી ધસમસતા પડતા વિશાળ ધોધની પ્રાકૃતિક સુંદરતાની મજા માણવાની સાથે ધોધની નજીક જ ગરબે ઘૂમવાનો લહાવો લીધો હતો. એક તરફ કુદરતની અજોડ રચના સમો જળધોધ અને બીજી તરફ ગરબાના તાલે ઝૂમતા ગુજરાતીઓ ! આ અનોખા સંગમે સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો હતો. ગુજરાતથી દૂર, અજાણી ધરતી પર પણ નવરાત્રિનો ઉમંગ એવો જ જોવા મળ્યો, જાણે ગુજરાતના કોઈ ગરબા મેદાનમાં ઉત્સવ જામ્યો હોય! ગુજરાતીઓને ગરબે ઘૂમતા જોઈ ત્યાં ઉપસ્થિત અન્ય પ્રવાસીઓ પણ આ દૃશ્યને કુતૂહલ અને ઉત્સુકતાથી નિહાળતા રહ્યા હતા. આમ, પશ્ચિમ ભારતની ગુજરાતી સંસ્કૃતિના રંગો પૂર્વોત્તર ભારતના અરૂણાચલ પ્રદેશમાં પણ ખીલી ઊઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    DSF હરાજીમાં ખાનગી કંપનીને કચ્છ ઓફશોર બ્લોક ફાળવાયો:કચ્છ ઓઇલ-ગેસ ક્ષેત્રમાં હવે નવી કંપનીની એન્ટ્રી
    Next Article
    વર્ધમાન સ્થા. જૈન સંઘ દ્વારા આયોજિત પ્રસંગે દાતા વરસ્યા:માધાપરમાં જૈન શાસન ભક્તિ માટે ઉપયોગી વીર વિતરાગ ધામ ‘વિવિધા’ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment