Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DSF હરાજીમાં ખાનગી કંપનીને કચ્છ ઓફશોર બ્લોક ફાળવાયો:કચ્છ ઓઇલ-ગેસ ક્ષેત્રમાં હવે નવી કંપનીની એન્ટ્રી

    6 hours ago

    કચ્છ બેસિનના વિશાળ દરિયાઈ વિસ્તારમાં ઓઇલ અને ગેસના સંશોધન તેમજ ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અગાઉ માહિતી અધિકાર હેઠળ માંગેલી વિગતોમાં ‘ડિરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ’એ ગત 29 જુલાઈ 2026 ના રોજ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ વિગતો અનુસાર દેશની દિગ્ગજ કંપની ઓએનજીસી, વેદાંત લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કચ્છમાં ગેસ ઉત્પાદન કરવામાં કાં તો નિષ્ફળ રહી છે અથવા તેમના કોન્ટ્રાક્ટ્સ રદ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ અટવાયેલા ક્ષેત્રમાં નવજીવન ફૂંકવા માટે કેન્દ્ર સરકારે નવી DSF હરાજી મારફતે નવા ખાનગી ખેલાડીઓની એન્ટ્રી કરાવી છે. RTI ના સત્તાવાર દસ્તાવેજો દર્શાવે છે કે ઓપરેટર તરીકે ONGC તેની નિયત મુદત 1 ફેબ્રુઆરી 2022 સુધીમાં ‘ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન’ જમા કરાવવામાં સદંતર નિષ્ફળ રહી હતી. પરિણામે આ ગેસ શોધોને ફરીથી નવી હરાજી (DSF Bid Round-IV) માં ધકેલવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, IOCL (DSF-I રાઉન્ડ) અને વેદાંત લિમિટેડ (DSF-III રાઉન્ડ) ના 2 બ્લોક્સના કોન્ટ્રાક્ટ્સ સત્તાવાર રીતે રદ (Terminated) કરી દેવામાં આવ્યા છે. જ્યારે સન પેટ્રોકેમિકલ્સનો એકમાત્ર બ્લોક (GK-28) જેનો ઓગસ્ટ 2026 નો લક્ષ્યાંક હતો તે પણ હાલમાં વિલંબિત ચાલી રહ્યો છે. બીજી તરફ OALP હેઠળ ફાળવવામાં આવેલા તમામ 8 બ્લોક્સ હજુ માત્ર પ્રાથમિક સંશોધનના તબક્કામાં જ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે. જૂની કંપનીઓના વિલંબ અને ખોરંભે ચડેલા પ્રોજેક્ટ્સ વચ્ચે DGH દ્વારા યોજાયેલા તાજેતરના DSF બિડિંગ રાઉન્ડમાં એક મોટો સકારાત્મક વળાંક આવ્યો છે. આ સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયામાં ‘ઓઇલમેક્સ એનર્જી’ અને ‘ઇલેવન’ (SAS ઇન્ફોટેક મારફતે) ના સંયુક્ત કન્સોર્ટિયમે સૌથી વધુ સ્કોર મેળવીને કચ્છ ઓફશોરનો ઓઇલ અને ગેસ બ્લોક સફળતાપૂર્વક પોતાના નામે કરી લીધો છે. DGH દ્વારા તેમને સત્તાવાર રીતે ‘લેટર ઓફ એવોર્ડ’ (LoA) મોકલી દેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક કરારમાં ઓઇલમેક્સ એનર્જી અને ઇલેવન બંને કંપનીઓ 50-50 ટકાની સમાન ભાગીદારી ધરાવે છે. આ વિજય સાથે જ મેદાંતા હોસ્પિટલના સહ-સ્થાપક સુનિલ સચદેવાની ‘ઇલેવન’ કંપનીએ ભારતના એનર્જી અપસ્ટ્રીમ ક્ષેત્રમાં પોતાનો પ્રથમ પ્રવેશ કર્યો છે. ભારત હાલમાં તેની જરૂરિયાતના ક્રૂડ ઓઇલની 90% અને નેચરલ ગેસની 50% વિદેશમાંથી આયાત કરે છે. ઓઇલમેક્સ અને ઇલેવન કંપનીના વડાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દેશની ઊર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે કચ્છ જેવા સ્થાનિક અને સમૃદ્ધ સંસાધનોનો વિકાસ કરવો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. ઓઇલમેક્સ અને ઇલેવન ગ્રુપ વિશે સંક્ષિપ્ત માહિતી ઓઇલમેક્સ એનર્જીએ અનુભવી એનર્જી કંપની છે, જે ભારતભરમાં તેલ અને ગેસ સંશોધન તથા ઉત્પાદન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. જ્યારે ઇલેવન ગ્રુપએ પ્રતિષ્ઠિત ગ્રુપ છે. આ ગ્રુપ અગાઉ SAS ગ્રુપ તરીકે ઓળખાતું હતું. કચ્છ બ્લોકમાં વિજય મેળવવાની સાથે જ આ ગ્રુપે ભારત દેશના અપસ્ટ્રીમ એનર્જી સેક્ટરમાં ઐતિહાસિક પ્રથમ પ્રવેશ કર્યો છે. આ બંને કંપનીઓએ પોતાની 50-50% ની સરખી ભાગીદારી ધરાવતા સંયુક્ત કન્સોર્ટિયમ મારફતે તાજેતરમાં ડીજીએચ દ્વારા યોજાયેલી DSF હરાજીમાં કચ્છ ઓફશોરનો ઓઇલ-ગેસ બ્લોક જીતીને સત્તાવાર ‘લેટર ઓફ એવોર્ડ’ મેળવી કચ્છના ઔદ્યોગિક વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Aaj ka Panchang 13 October 2026: शारदीय नवरात्रि का तीसरा दिन आज, नोट करें शुभ मुहूर्त, राहुकाल और पूरा पंचांग
    Next Article
    શક્તિની આરાધના:તવાંગના નુરાનંગ ધોધ પાસે ગુંજ્યા ગુજરાતી ગરબા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment