Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે દબાઈ યુવાનનું મોત:ગુંગણ ગામે ખેતરમાં કામ કરતા જયપાલસિંહનું મોત; રવાપર ગામે ચક્કર આવતા મહિલાનું પણ મોત.

    9 hours ago

    મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે. ગુંગણ ગામે ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી એક યુવાનનું મોત થયું હતું. જ્યારે રવાપર ગામે એક મહિલાને ચક્કર આવતા પડી જવાથી તેનું નિધન થયું હતું. માળિયા હાઇવે રોડ પર આવેલા ગુંગણ ગામના જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (20) ખેતરમાં ટ્રેક્ટર અને રોટાવેટરથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કોઈ કારણોસર ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે દબાઈ ગયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું. બીજા બનાવમાં, મોરબીના રવાપર ગામ પાસે વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રીતિબેન પિન્ટુભાઈ કાચરોલા (38) પોતાના ઘરે હતા. તેમને ચક્કર આવતા તેઓ પડી ગયા અને ત્યારબાદ તેમનું મોત થયું. બંને ઘટનાઓની જાણ મોરબી તાલુકા અને એ ડિવિઝન પોલીસને કરાઈ છે. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ બંદોબસ્તમાં બેદરકારી ભારે પડી:ભાવનગરમાં ગરબા ગ્રાઉન્ડ પરથી ગાયબ રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 4 હોમગાર્ડ સસ્પેન્ડ, SPની લાલ આંખ
    Next Article
    વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોમાં આક્રોશ:15 ઓક્ટોબરથી નો વર્ક, નો ટેન્ડર આંદોલનની જાહેરાત, 17 માંગણીઓ સાથે કોન્ટ્રાકટરોનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment