Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ બંદોબસ્તમાં બેદરકારી ભારે પડી:ભાવનગરમાં ગરબા ગ્રાઉન્ડ પરથી ગાયબ રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 4 હોમગાર્ડ સસ્પેન્ડ, SPની લાલ આંખ

    9 hours ago

    ભાવનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તમાં ગંભીર બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અખત્યાર કર્યું છે. ચિત્રા અને નિર્મળનગર વિસ્તારમાં આયોજિત નવરાત્રિ મહોત્સવના બંદોબસ્તમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વિના ફરજ પર ગેરહાજર રહેનારા નિલમબાગ અને બોરતળાવ પોલીસ મથકના એક હેડ કોન્સ્ટેબલ તેમજ ચાર હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા લેવાયેલા આ કડક પગલાંને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સંવેદનશીલ બંદોબસ્તમાં બેદરકારી સામે આવતાં લેવાયાં કડક પગલાં સમગ્ર કાર્યવાહી અંગે વિગતો આપતાં સીટી DYSP આર.આર. સિંધાલે જણાવ્યું હતું કે, નવરાત્રિ તહેવાર નિમિત્તે શહેરભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ફરજ દરમિયાન નિલમબાગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કાળુભાઈ, હોમગાર્ડ મનીષભાઈ અભાણી અને મહિલા હોમગાર્ડ જાગૃતીબેન કાંબડની નિર્મળનગર વિસ્તારમાં આવેલા ભાવુભાના ચોકમાં નવરાત્રિ આયોજન ખાતે બંદોબસ્તમાં ડ્યુટી ફાળવવામાં આવી હતી. જોકે, આ ત્રણેય કર્મચારીઓ કોઈ પણ ઉચ્ચ અધિકારીને જાણ કર્યા વિના કે રજાની પૂર્વ મંજૂરી લીધા વગર પોતાની નિશ્ચિત ફરજ પર હાજર રહ્યા નહોતા. ચિત્રા અને નિર્મળનગર વિસ્તારના ગરબા સ્થળેથી જવાનો ગેરહાજર રહ્યા આ જ પ્રકારે બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા ચિત્રા વિસ્તારમાં મસ્તરામ મંદિર સામે યોજાયેલા નવરાત્રિ આયોજનના પોઇન્ટ પર તહેનાત હોમગાર્ડ યુવરાજસિંહ સોઢા અને જ્ઞાનદીપસિંહ રાણા પણ પોતાની ફરજ પર ગેરહાજર જણાયા હતા. તહેવારના સંવેદનશીલ માહોલમાં પૂર્વ મંજૂરી વગર ફરજ સ્થળ છોડીને ગેરહાજર રહેવું એ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર બેદરકારી સમાન હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર શિસ્તભંગ બદલ ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને નિલમબાગના હેડ કોન્સ્ટેબલ સહિત કુલ પાંચેય જવાનોને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેનાથી ફરજમાં લાપરવાહી દાખવતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કોંગ્રેસે વોટ ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું:જ્યોતિગ્રામ સર્કલથી રેલી કાઢી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ
    Next Article
    મોરબીમાં ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે દબાઈ યુવાનનું મોત:ગુંગણ ગામે ખેતરમાં કામ કરતા જયપાલસિંહનું મોત; રવાપર ગામે ચક્કર આવતા મહિલાનું પણ મોત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment