Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં કોંગ્રેસે વોટ ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું:જ્યોતિગ્રામ સર્કલથી રેલી કાઢી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

    9 hours ago

    બોટાદમાં વોટ ચોરીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જ્યોતિગ્રામ સર્કલથી રેલી યોજાઈ. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ 'વોટ ચોર ગદ્દી છોડો'ના નારા લગાવ્યા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસનો આક્ષેપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળમાં દેશમાં લગભગ 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાયા છે. કોંગ્રેસે કહ્યું કે મતદાર યાદીમાં ગેરરીતિઓને કારણે ભાજપ સરકાર સત્તા પર આવી છે. રેલીમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન બોટાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસના વાહનો ઓછા પડતા રિક્ષાનો પણ ઉપયોગ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નરોડાના સ્વાગત એપાર્ટમેન્ટમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરાઈ, ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો
    Next Article
    નવરાત્રિ બંદોબસ્તમાં બેદરકારી ભારે પડી:ભાવનગરમાં ગરબા ગ્રાઉન્ડ પરથી ગાયબ રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 4 હોમગાર્ડ સસ્પેન્ડ, SPની લાલ આંખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment