Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોમાં આક્રોશ:15 ઓક્ટોબરથી નો વર્ક, નો ટેન્ડર આંદોલનની જાહેરાત, 17 માંગણીઓ સાથે કોન્ટ્રાકટરોનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર

    8 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં બાકી નીકળતા પેમેન્ટ અને લાંબા સમયથી લટકતા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વડોદરા મનપાના કોન્ટ્રાક્ટરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા તંત્ર સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંકતા આગામી 15 ઓક્ટોબરથી નો વર્ક, નો ટેન્ડર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. મનપા તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા ખાતરીના પોકળ વચનોથી કંટાળીને કોન્ટ્રાક્ટરોએ આખરે કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો આકરો નિર્ણય લીધો છે. જો 15 ઓક્ટોબર સુધીમાં તેમની વાજબી માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો શહેરના તમામ નાગરિક સુવિધા સંબંધિત કામો અટકી જશે, જેના કારણે વડોદરાના પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. 17 પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ કોન્ટ્રાક્ટર એસોસિએશનના જણાવ્યા અનુસાર મનપા પાસે તેમના કુલ 17 જેટલા મહત્વના પ્રશ્નો અને માંગણીઓ લાંબા સમયથી પડતર છે. મુખ્ય માંગણીઓમાં જીએસટીના દરમાં થયેલો વધારો છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો, પરંતુ મનપા દ્વારા આ વધારાનો 6 ટકા જેટલો તફાવત કોન્ટ્રાક્ટરોને ચુકવવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન થયેલા પ્રાઇસ એસ્કેલેશનના નાણાં પણ હજુ સુધી મનપા તંત્ર દ્વારા અટકાવી રાખવામાં આવ્યા છે. જેને લઈને પણ કોન્ટ્રાકટર દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રેનિંગ બિલ પણ લાસ થયા નથી હાલમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોના કરોડો રૂપિયાના રનિંગ બિલ પણ પાસ ન થતાં કોન્ટ્રાક્ટરો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. કામગીરી ચાલુ રાખવા માટે જરૂરી સાધન-સામગ્રી, મજૂરોની મજૂરી અને અન્ય ખર્ચ કાઢવા પણ કોન્ટ્રાક્ટરો માટે મુશ્કેલ બન્યા છે. આ આંદોલનના કારણે વડોદરા શહેરની દૈનિક અને પ્રાથમિક સુવિધાઓ પર ગંભીર અસર પડવાની પુરેપુરી શક્યતા છે. કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે છેલ્લા લાંબા સમયથી બિલ પેન્ડિંગ પડ્યા છે અને તેનો નિવેડો આવતો નથી વારંવારની રજૂઆત કરવા છતાં પણ આ બિલ મંજૂર કરવામાં આવ્યા નથી. નવી ટેન્ડર પ્રક્રિયાના બહિષ્કારની ચીમકી 15 ઓક્ટોબરથી તમામ નવી ટેન્ડર પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવશે અને ચાલુ કામો પણ સ્થગિત કરી દેવાશે. આના પરિણામે પીવાના પાણીની લાઈનોનું સમારકામ, નવી ગટર અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી, ચોમાસા બાદ બગડેલા રોડ-રસ્તાઓનું રીપેરિંગ તેમજ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ કાર્યો અટકી જવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના ખૂણે-ખૂણે ચાલતા નાગરિક સુવિધાના કાર્યો અચાનક થંભી જતાં મોટો લોકરોષ ફાટી નીકળે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કોન્ટ્રાક્ટરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની તમામ 17 માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત યથાવત રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે દબાઈ યુવાનનું મોત:ગુંગણ ગામે ખેતરમાં કામ કરતા જયપાલસિંહનું મોત; રવાપર ગામે ચક્કર આવતા મહિલાનું પણ મોત.
    Next Article
    હળવદમાં સામંત ભરવાડને મારવા ઉશ્કેરણી:રિક્ષા જવા દે, આજે સામંતને જીવતો જવા દેવાનો નથી કહી 3 આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment