Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોડા પીવા નીકળેલા દંપતી પર હુમલો:દેશી કટ્ટો-ચપ્પુ તાકી સોનાની બંગડી લૂંટવા જતાં યુપીના બે રીઢા બદમાશ ઝડપાયા, સુરતમાં નવરાત્રિના પ્રથમ દિવસે લૂંટનો પ્લાન ફેલ

    8 hours ago

    નવરાત્રિના પ્રથમ દિવસે લૂંટનો પ્લાન ફેલ કરતી વેસુ પોલીસે સુરતના પોશ વિસ્તારમાં મોટી લૂંટને અંજામ આપવાનો ઉત્તર પ્રદેશની મેરઠ ગેંગનો ખતરનાક મનસૂબો નિષ્ફળ બનાવ્યો છે. તહેવારના માહોલમાં મોડી રાત્રે લૂંટના ઈરાદે ત્રાટકેલા 2 રીઢા ગુનેગારોએ કારમાં બેઠેલી મહિલાને નિશાન બનાવી હતી. ગુનેગારોએ મહિલાના માથા પર દેશી કટ્ટો અને ગળા પર ચપ્પુ મૂકી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફની ત્વરિત સતર્કતાને કારણે લૂંટનો મોટો પ્લાન ફેલ થયો હતો અને બંને લૂંટારુઓને હથિયારો સાથે રંગેહાથ દબોચી લેવાયા હતા. દંપતી પર હુમલો, ગળા પર ચપ્પુ મૂકી બંગડી માંગી ગઈકાલે મોડી રાત્રે તારીખ 11 ઓક્ટોબર, 2024ના રોજ એક દંપતી જમીને વેસુ વિસ્તારમાં સોડા પીવા માટે નીકળ્યું હતું. પતિ સોડા લેવા કારમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની પત્ની કારમાં બેઠી હતી. આ દરમિયાન અજાણ્યા 2 લૂંટારુઓ ધસી આવ્યા હતા અને કારની બારીમાંથી મહિલાના માથા પર દેશી કટ્ટો તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ ચપ્પુ મૂકી દીધું હતું. બદમાશોએ સોનાની બંગડી અને રોકડ આપી દેવા ધમકી આપી હતી. કારનો દરવાજો ખુલ્લો હોવાથી મહિલાએ હિંમત દાખવી બહાર નીકળી જોરજોરથી બૂમાબૂમ કરી મૂકતાં લૂંટારુઓ હેબતાઈ ગયા હતા. 13 માળના બેઝમેન્ટમાં પતરા પાછળ છુપાયેલા આરોપીને દબોચ્યો મહિલાની ચીસાચીસ સાંભળી નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલા વેસુ પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફના જવાનો ગણતરીની સેકન્ડોમાં દોડી આવ્યા હતા. પોલીસને જોઈ લૂંટારુઓ પાસે આવેલી રઘુવીર સીએરા નામની 13 માળની નિર્માણાધીન બિલ્ડિંગ તરફ ભાગ્યા હતા. પોલીસે તાત્કાલિક 2 ટીમ બનાવી સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બહાર ભાગી રહેલા 1 શખ્સને પીછો કરીને ઝડપી લેવાયો હતો, જ્યારે બીજા આરોપીને 1 કલાકની શોધખોળ બાદ બિલ્ડિંગના બેઝમેન્ટના ખૂણામાં પતરા પાછળ છુપાયેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. દેશી કટ્ટો, 2 જીવતા કારતૂસ અને 2 ચોરાયેલા વાહનો જપ્ત પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ બિલ્ડિંગમાંથી ફેંકી દેવાયેલ 1 દેશી કટ્ટો, 2 જીવતા કારતૂસ અને 1 તીક્ષ્ણ ચપ્પુ જપ્ત કર્યું છે. પકડાયેલા આરોપીઓમાં મહતાબ અબ્દુલ સલામ, ઉંમર વર્ષ 47 અને રોશન બુન્દુ સેફી, ઉંમર વર્ષ 42, બંને રહેવાસી કાંશી ગામ, મેરઠ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ બેકાર છે અને લૂંટ માટે તેમણે અઠવા તેમજ મહિધરપુરા વિસ્તારમાંથી એક્ટિવા GJ-05-MU-3354 અને મોટરસાયકલ GJ-16-BF-2860 ની ચોરી કરી હતી. તેઓ સુરતમાં સોનું અથવા મોટી રોકડ લૂંટવાના ઈરાદે જ રેકી કરતા હતા. બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગણી આ સમગ્ર કેસ અંગે DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, દંપતી પર લૂંટનો પ્રયાસ થતાં જ અમારા વેસુ પીઆઈ અને સ્ટાફે વિધિન અ સેકન્ડ પહોંચીને ગુનો બનતો અટકાવી દીધો છે. આરોપીઓ સામે BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો 408/24 દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ રેલવે સ્ટેશન સામેની હોટલમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અહીં કોના સંપર્કમાં હતા અને કોઈએ આશરો કે આર્થિક મદદ પૂરી પાડી હતી કે નહીં તે સહિતના તમામ એંગલ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે તેમજ UPમાં તેમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    'આ શિવજીની જાન છે':CECથી CJI સુધી તાંડવ, રાહુલ ગાંધીએ નવો દાવ રમ્યો, દિલ્હીમાં નવા જૂની થવાના એંધાણ
    Next Article
    ઉદવાડા નજીક હાઈવે પર ચાર કાર વચ્ચે ટક્કર:એક વ્યક્તિને ઈજા, અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થતાં વાહનોની લાઈનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment