Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ શિવજીની જાન છે':CECથી CJI સુધી તાંડવ, રાહુલ ગાંધીએ નવો દાવ રમ્યો, દિલ્હીમાં નવા જૂની થવાના એંધાણ

    8 hours ago

    વિપક્ષનો આક્ષેપ છે કે ઈતિહાસમાં પહેલીવાર દેશના 13.3 કરોડ વોટર્સના નામ અચાનક ગાયબ થઈ ગયા છે. જેને લઈને તે રસ્તા પર છે, ચૂંટણી પંચ આ મામલે મૌન છે અને દેશની સર્વૌચ્ચ અદાલતે વિપક્ષને વ્યક્તિગત મામલે કે સુનાવણી કેસમાં મળવાની ના પાડી દીધી. તો સવાલ એ થાય કે શું તમારો વોટ પણ જોખમમાં છે? કે દાવ પર દેશની લોકશાહી છે? શું છે આખો મામલો ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર… ભારતની ઈલેક્શન પ્રોસેસ અત્યારે એક ખતરનાક વળાંક પર ઉભી છે. ચૂંટણી પંચની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસમાં રાતોરાત લાખો લોકોના નામ કમી થવા મામલે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ જ મામલે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચથી નારાજ થયા, ત્યારે તેમણે લોકશાહીના છેલ્લા દરવાજા એટલે કે સુપ્રીમ કોર્ટ બાજુ હડી કાઢી. પણ CJI સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને સીધા મળવાની જ ના પાડી દીધી, આ મામલે મોટો ધડાકો થયો છે. પણ સવાલ એ પણ થાય કે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વિપક્ષને મળવાની ના કેમ પાડી? અગાઉ પણ લગભગ આવું થયું નથી કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ વિરોધ પક્ષના નેતાને કેબિનમાં મળ્યા હોય. એટલે ના સામે વિપક્ષે સુપ્રીમ કોર્ટ સામે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષે ઘણા દિવસોથી ઈલેક્શન કમિશનને ઘેર્યા બાદ આજે સુપ્રીમ કોર્ટ બાજુ કૂચ કરી. વિપક્ષ આટલું જોર કેમ લગાવી રહ્યું છે? તો એ વિપક્ષના નિવેદનો પરથી ખબર પડે છે કે તેમને પારદર્શિતા એટલે કે પ્રોસેસમાં ટ્રાન્સપીરન્સી જ નથી જોઈતી, તેમને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું તાત્કાલિક રાજીનામું પણ જોઈએ છે. પણ કેમ? તો તેનો જવાબ છે 2023માં પસાર થયેલો મોદી સરકારનો નવો કાયદો ચૂંટણી કમિશનર્સને એક કાયદાકીય સિક્યોરિટી આપે છે, જે ભારતના રાષ્ટ્રપતિ સિવાય બીજા કોઈ પાસે નથી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે પણ નહીં. જે છે ચીફ ઈલેક્શન કમિશનર સામે તેમની ડ્યૂટી સમયે કે નિવૃતિ પછી કોઈ ફરિયાદ ન થઈ શકે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અને આ કાયદાને ભેગુ કરીને વિપક્ષને વાંધો થયો છે, તેમને હવે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર શંકા છે. રાષ્ટ્રપતિ ભવનથી લઈને ચૂંટણી પંચ સુધી કોઈ મેળ ન પડ્યો આ જ મામલે તેમણે ઘણા દિવસો દિલ્લીમાં અને બીજા સ્થળો પર ધરણા પ્રદર્શનો કર્યા. ત્યાર પછી ફરિયાદ લઈને રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચ્યા. પણ જ્યારે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ચૂંટણી પંચ સુધી કોઈ મેળ ન પડ્યો ત્યારે વિપક્ષે ચલો દિલ્લી, માર્ચ ફોર ડેમોક્રેસીનું એલાન કર્યું. તેના પહેલા કોક્રોચ જનતા પાર્ટીએ 10 ઓક્ટોબરે દિલ્લીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા મામલે આંદોલન કરવાની જાહેરાત કરી. ત્યારે 10 ઓક્ટોબર 2026ના દિલ્લીમાં 45 મેટ્રો સ્ટેશન સહિત રેલ પણ સરકારે બંધ કરી દીધી. દિલ્લીમાં જંતર મંતર આસપાસ 30 હજારથી વધુ પોલીસ જવાનો ઉતારી દેવામાં આવ્યા જેથી વિદ્યાર્થીઓ આંદોલન સ્થળ સુધી ન જઈ શકે, લાઠીચાર્જ સહિની પણ કાર્યવાહી થઈ અને હજારો વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી. 11 ઓક્ટોબરે એવી વાત સામે આવી કે 7 હજાર વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. ટૂંકમાં આ કોઈ વિરોધ પ્રદર્શન નહોતું, આ ચૂંટણી પંચ સામે નૈતિક દબાણ ઉભું કરવાની રણનીતિ હતી. જે સીજેપી બાદ હવે વિપક્ષ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ સામે કરી રહ્યું છે. સંસ્થા પરથી વિશ્વાસ ઉઠે ત્યારે અરાજકતા રસ્તે ઉતરે છે હકિકતમાં આ લડાઈ ખાલી અમુક નેતાઓની કે ખુરશી માટે નથી પણ ભારતની કારોબારી અને ન્યાયતંત્રની છે. વિપક્ષનો આ રાજકીય અને કોક્રોચ જનતા પાર્ટીનો સામાજિક વિરોધ દેશના માળખાને હચમચાવી રહ્યો છે. લોકશાહીને નિયમ છે કે જ્યારે રાજકીય પાર્ટીને બંધારણીય સંસ્થા પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે અરાજકતા રસ્તાઓ પર ઉતરી પડે છે. જે આજે આખો દિવસ તમે જોયું કે દિલ્લીમાં શું થયું અને શું નહીં. રાતોરાત 13 કરોડ મતદારોના નામ ગાયબ? હવે આપણે ડેટાની વાત કરીને આખો મામલો જાણીએ. જેમાં સૌથી ચોંકાવનારો આંકડો છે 13.3 કરોડ. વિપક્ષનો ગંભીર દાવો છે કે ચૂંટણી પંચની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસમાં આખા દેશમાંથી 13.3 કરોડ મતદારોના નામ રાતોરાત કાઢી નાખવામાં આવ્યા છે. હજુ સુધી આ આંકડો સાબિત નથી થયો કે આવું ખરેખર થયું છે કે નહીં, માટે જ્યારે વિપક્ષ રાષ્ટ્રપતિને મળવા ગયું હતું ત્યારે રાષ્ટ્રપતિએ પ્રુફ માગ્યું છે કે તમે કહો છો કે આવું કંઈ થયું છે તો સબૂત લઈને આવો પછી આપણે આગળ વધીશું. આ વાત વિપક્ષની છે આવું જ થયું છે તેવું કહી ન શકાય કારણ કે રાષ્ટ્રપતિ કાર્યાલય ક્યારેય આવી મીટિંગની વિગતો લોકો સામે જાહેર નથી કરતું. નામ કપાયા પછી જોડવું કેવી રીતે? અહીં EC મૌન ચૂંટણી પંચનું વિપક્ષના આક્ષેપો મામલે કહેવું છે કે, SIRમાં મૃત, સ્થળાંતર થયેલા, ગેરહાજર અને ડુપ્લિકેટ મતદારોના નામની ચકાસણી થઈ રહી છે. પણ જો નામ કપાઈ જાય અને વોટર સાચો છે તો કેવી રીતે જોડાશે? આ પ્રશ્નો જવાબ હજુ સુધી ચૂંટણી પંચ પાસેથી મળ્યો નથી. એક પણ લાયક મતદારનો મત ન છીનવાય તેની ખાતરી કોણ આપશે તે પણ એક સવાલ છે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી.ૉ સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલની ફટકાબાજી વિપક્ષના દિગ્ગજ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એક મજબૂત ડેટા કોર્ટ સામે મૂક્યો છે. સિબ્લલે પશ્ચિમ બંગાળના એપેલેટ ટ્રિબ્યૂનલનો ઓફિશિયલ રેકોર્ડ કોર્ટ સામે મૂક્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળમાં જે લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થયા હતા તેમણે ત્યારે અપીલ કરી તો 91.9 ટકા એટલે કે અંદાજે 1.23 લાખ કેસિઝમાંથી 1.13 લાખ નામ ફરીથી યાદીમાં જોડી દેવામાં આવ્યા. ટૂંકમાં વોટર્સ ચૂંટણી પહેલા વોટર હતા, ચૂંટણી સમયે નહોતા અને ચૂંટણી પૂરી થઈ તો ફરી તેમને વોટર્સ બનાવી દેવામાં આવ્યા. ટૂંકમાં કપિલ સિબ્બલનું ઈન્ડાયરેક્ટલી એવું કહેવું છે કે ચૂંટણી પંચ દ્વારા થયેલી દસમાંથી નવ કાર્યવાહી ગેરકાયદેસર અને ખામીવાળી હતી. આ મુદ્દાથી તમારે શું લેવાદેવા? સુપ્રીમ કોર્ટના જ નિવૃત જજ જસ્ટિસ ભુયાને પણ બંગાળમાં લાખો વોટર્સના નામ હટાવવા બદલ ચૂંટણી પંચની ખુલ્લા શબ્દોમાં આકરી ઝાટકણી કાઢી હતી. જ્યારે સિસ્ટમ પોતાના જ લોકો સવાલ ઉઠાવે ત્યારે શંકા વધુ ઘેરી બને છે. આ ખાલી રાજકીય પાર્ટીઓનું જ નુકસાન નથી. જ્યારે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ જેવી દેશની સૌથી મોટી અને બંધારણીય સંસ્થા પર સવાલો ઉઠવા લાગે ત્યારે તેની સીધી અસર દેશના આર્થિક માહોલ પર પડે છે. ભારતની અર્થ વ્યવસ્થા, શેરબજાર, વેપારીઓ વગેરે બધાને આ રાજકીય અસ્થિરતાનો ફેર પડે છે. જો સિસ્ટમ જ ટ્રાન્સપરેન્ટ ન હોય તો લોકોનો ભરોસો સિસ્ટમ પરથી ઉઠી જાય છે. આ જ કારણ છે કે અડધી સદીનો કાનૂની અનુભવ ધરાવતા દેશના ટોચના વકીલો પણ હવે હિંમત હારી ગયા છે. કપિલ સિબ્બલ તો આ મામલાઓથી એટલા થાક્યા કે તેમણે પત્રકાર પરિષમાં ત્યાં શુધ્ધા કહી દીધું કે, બીજી બાજુ હાઈ-પ્રોફાઈલ કેસો લડતા ધુરંધર વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ વોર્નિંગ આપી છે કે જ્યારે દેશના આવા કાયદાકીય નિષ્ણાતો કહેવા લાગે કે હવે આપણે ક્રોટમાં જવાનું બંધ કરી દેવું જોઈએ ત્યારે સમજી લેવું કે સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ખતમ થઈ રહ્યો છે. દેશની બંધારણીય સંસ્થાઓ નિષ્પક્ષ નથી રહી? જ્યારે વિપક્ષને કોર્ટમાંથી વચગાળાની રાહત ન મળી ત્યારે તેમણે સીધું જનતાની અદાલતમાં જવાનું નક્કી કર્યું. વિરોધના અવાજને દબાવવા માટે દિલ્લીમાં કલમ 163 લગાવી દેવાઈ અને મોટા ભાગના ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યા જેથી ધરણા જ ન થઈ શકે. તો સવાલ થાય કે શું ખરેખર દેશની બંધારણીય સંસ્થાઓ નિષ્પક્ષ નથી રહી? શું તે સરકાર સામે ઘૂંટણિયે પડી ગઈ છે? કે પછી ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ભાજપની સરકારોને પણ પરસેવો પાડી દીધો હતો? સત્તામાં પવિત્ર, વિપક્ષમાં પતિત ગણાતી સંસ્થાઓ જ્યારે પણ કોઈ પોલિટિકલ પાર્ટી સત્તામાં હોય છે, ત્યારે તેને દેશની બધી સંસ્થાઓ પવિત્ર લાગે છે. પણ જેવા તેઓ વિપક્ષમાં બેસે છે, ત્યારે તરત જ બંધારણી સંસ્થાઓ સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપો લગાવવાનું શરૂ થઈ જાય છે. હાલની મોદી સરકાર પણ આ જ રસ્તા પર ચાલી ચૂકી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીનો જ સમય યાદ કરો. જ્યારે ચૂંટણી પંચે વારાણસીમાં નરેન્દ્ર મોદીની રેલીને જ મંજૂરી નહોતી આપી. એ સમયે ભાજપના દિગ્ગજ નેતા અને નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અરુણ જેટલીએ 8 મે 2014ના ઈન્ડિયા ટૂડેમાં તેમના બ્લોગમાં ચૂંટણી પંચના નિર્ણયને બિનચૂંટાયેલા અધિકારીઓની સરમુખત્યારશાહી કહીને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું તું કે, એવી જ રીતે યુપીએ સરકારના શાસન વખતે ભાજપના અને ભારતની રાજનીતિના દિગ્ગજ મહિલા નેતા સુષ્મા સ્વરાજે અને હાલના કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પણ તપાસ એજન્સીઓ અને કોર્ટ પર ફિટકાર વરસાવી હતી. સીબીઆઈને તો 24 જૂન 2023ના રોજ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન શુધ્ધા કહી દીધું હતું. એટલે કે, સંસ્થાઓ પર અવિશ્વાસ એ ભારતીય રાજનીતિનું કોઈ નવું નહીં પણ એક કાયમી અને સગવડિયું લક્ષણ છે. કોર્ટ અને ચૂંટણી પંચ હંમેશા લાચાર હતા? હવે વાત કરીએ સંસ્થાઓની તાકાતની. શું ખરેખર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સરકાર સામે હંમેશા લાચાર જ રહ્યા છે? ઈતિહાસ કહે છે લગભગ ના. વર્ષ 2002માં ગોધરા કાંડ અને ગુજરાત રમખાણો પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધાનસભાનું વહેલું વિસર્જન કરીને તાત્કાલિક ચૂંટણી કરવા માગતા હતા. પણ એ સમયના કડક મિજાજના ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહે મોદીને ઘસીને ના પાડી દીધી હતી કે વહેલા ચૂંટણી નહીં કરાવીએ. આ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે કોર્ટે ત્યારની કલમ 324 હેઠળ ચૂંટણી પંચની સર્વોપરિતા સ્વીકારી હતી. કોર્ટે મોદી સરકારને ચોખ્ખું કહી દીધું હતું કે ચૂંટણી ક્યારે કરવી તે તમે નહીં પણ ચૂંટણી પંચ નક્કી કરશે. જ્યારે અટલજી અને સુપ્રીમ કોર્ટ આવ્યા સામસામે અટલજીએ પણ સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચને બાનમાં લેવાનું ચૂક્યું નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે રિઝર્વેશન મામલે કેટલાક ચુકાદાઓ આપ્યા હતા, ત્યારે વાજપેયીજીએ સંસદમાં તેની આકરી ટીકા કરતા કહ્યું હતું કે અદાલતો ઘણીવાર સામાજિક વાસ્તવિકતાઓને સમજ્યા વિના ચુકાદા આપે છે. અટલજીએ ચૂંટણી પંચની કડક આચારસંહિતાઓને પણ પડકારી હતી અને કહ્યું હતું કે અતિશય નિયંત્રણો લોકશાહી પ્રક્રિયાને ગૂંગળાવી દે છે. એવા અનેક દાખલાઓ છે જ્યાં સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે શક્તિશાળી સરકારો સામે જઈને લોકશાહીને મજબૂત કરતા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સરકારને લાવી ઘૂંટણીએ 2013નું જ ઉદાહરણ લઈ લો. ત્યારે મનમોહન સિંહ સરકારમાં ડિફેન્સ મિનિસ્ટર એ. કે. એન્ટની હતા. સરકારે સેનાના જવાનોની રેન્ક પે વધારવાની ના પાડી દીધી હતી. પણ સુપ્રીમ કોર્ટે સરકારની બધી જ દલીલોને ફગાવી દીધી હતી અને જવાનોના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટ સામે નમવું પડ્યું હતું. વીવીઆઈપી હેલિકોપ્ટર અગસ્ટા વેસ્ટલેન્ડ વિવાદ કે કૌભાંડમાં પણ કાનૂની દબાણમાં આવીને યુપીએ સરકારે કોન્ટ્રાક્ટ રદ કરવો પડ્યો હતો. હવે આગળ શું થશે? તો પછી અત્યારે કેમ વિપક્ષ અને સામાન્ય જનતાનો સિસ્ટમ પરથી વિશ્વાસ તૂટી રહ્યો છે? આનું સૌથી મોટું અને ગંભીર કારણ છે ન્યાયમાં લાંબો સમય લાગવો. જ્યારે સંવેદનશીલ રાજકીય કેસીસમાં વર્ષો સુધી સુનવણી ન થાય કે ચૂંટણી પંચ વિપક્ષની ફરિયાદો પર ટ્રાન્સપરન્સી ન રાખે ત્યારે લોકોના મનમાં બંધારણીય સંસ્થાઓના મામલે શંકાયના બીજ રોપાય છે. કારણ કે આવતા વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. આ બધુ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે એક તાલમેલ સાથે કરવું જોઈએ, જો કે તેમની કામગીરી બંધારણીય રીતે અલગ છે એ વાત પણ ધ્યાને રાખવી જોઈએ. નિષ્પક્ષ હોવું નહીં, લાગવું પણ જરૂરી NDA કે INDIA ગઠબંધનથી ઉપર રહીને વાત કરીએ તો કાનૂની લડાઈ મામલે જ્યારે હર વખતે રસ્તા પર આંદોલનો થવા લાગશે ત્યારે દેશની ઈકોનોમી અને શાંતિને હણાતા વાર નહીં લાગે. લોકશાહીનો સૌથી મોટો અને છેલ્લો નિયમ એ છે કે, સંસ્થાઓએ ખાલી કાયદાકીય રીતે નિષ્પક્ષ હોવું પૂરતું નથી, દેશની જનતાની નજરમાં પણ નિષ્પક્ષ દેખાવું રહ્યું. કોર્ટ કે ચૂંટણી પંચ ખાલી શક્તિશાળી લોકોની સિસ્ટમ સાચવવા માટે નથી બનાવાઈ, તે નબળાઓની ઢાલ માટે બનાવાઈ છે. જો આ તૂટેલો વિશ્વાસ ફરી નહીં લાવી શકાય તો ભારતીય લોકશાહીનું ભવિષ્ય એક અંધારી ખીણમાં ધકેલાઈ જશે. અને છેલ્લે... રાજસ્થાનથી મોબ લિંચિંગનો એક ખતરનાક મામલો સામે આવ્યો છે. બયાનાના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાની 50 લોકોનાં ટોળાએ મારીમારીને હત્યા કરી દીધી છે. કેમ? કારણ કે ગામલોકો સાથે તેમનો ખનન લીઝ અંગે ઝઘડો થઈ ગયો હતો. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    HCL ટેકનો નફો 21% વધીને ₹5,132 કરોડ રહ્યો:બીજા ત્રિમાસિક ગાળામાં આવક 11.5% વધી, કંપની રોકાણકારોને દરેક શેર પર ₹12 ડિવિડન્ડ આપશે
    Next Article
    સોડા પીવા નીકળેલા દંપતી પર હુમલો:દેશી કટ્ટો-ચપ્પુ તાકી સોનાની બંગડી લૂંટવા જતાં યુપીના બે રીઢા બદમાશ ઝડપાયા, સુરતમાં નવરાત્રિના પ્રથમ દિવસે લૂંટનો પ્લાન ફેલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment