Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ઓફિસમાં અરજદારનો પહેલા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ:સણિયા હેમદ-કતારગામના ગેરકાયદે બાંધકામો મુદ્દે સ્થાનિકોનો હોબાળો, કહ્યું-કામ ન થતું હોય તો રાજીનામા આપી દો

    9 hours ago

    સુરત મહાનગરપાલિકામાં રહેણાંક ઝોનમાં ધમધમી રહેલા ગેરકાયદે કોમર્શિયલ તથા હેવી ઔદ્યોગિક બાંધકામો સામે સણિયા હેમદ અને કતારગામ વિસ્તારના સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. આજે(12 ઓક્ટોબર) સ્થાનિકો એક સમાન માંગણી સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓએ કોઈ નક્કર પગલાં ન લેતા અને ઉડાઉ જવાબો મળતાં પરિસ્થિતિ વણસી હતી. આ દરમિયાન સણિયા હેમદ વિસ્તારના એક યુવકે પાલિકા ભવનના પહેલા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં ભરી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંથી ખસવાના નથી. જો અધિકારીઓથી કામ ન થતું હોય તો તેમણે રાજીનામા આપી દેવા જોઈએ. માર્શલોએ સમયસૂચકતા વાપરીને અરજદારને તાત્કાલિક ખેંચી લીધા સણિયા હેમદ વિસ્તારના રહીશ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અંદરથી અધિકારીએ એવું વલણ દાખવ્યું હતું કે, 'એમને મરવું હોય તો મરી જવા દો'. આ ઉદ્ધત વર્તન અને લાચારીથી ત્રાસી ગયેલા અરજદારે પહેલા માળેથી નીચે કૂદી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ અડધા પાળી બહાર નીકળી ગયા હતા. સદનસીબે ત્યાં હાજર માર્શલોએ સમયસૂચકતા વાપરી તેમને તાત્કાલિક ખેંચી લીધા હતા અને અનિચ્છનીય ઘટના બનતા અટકી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ વરાછા ઝોનના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની ઓફિસની બહાર જ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. 'અમે કોઈએ મરી જાવ એવું કીધું નથી' વરાછા ઝોનના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ કહ્યું હતું કે, અમે કોઈએ મરી જાવ એવું નથી કીધું પરંતુ એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા એટલે મેં શાંતિથી તેમને એવું જણાવ્યું હતું કે સાત તારીખે અમે ડિમોલેશન કરવા માટે ગયા હતા, ત્યારે પ્રોપર્ટી માલિક દ્વારા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે પોલીસને પણ જાણ કરી હતી. હવે અહીંની પરિસ્થિતિ જોતા પોલીસ પ્રોટેકશન વગર ડિમોલિશન થાય તેમ નથી ત્યારે આ વ્યક્તિે એવું કહ્યું કે તો હું મરી જાઉં એમ કહીને તે અમારી ઓફિસમાંથી બહાર ભાગીને કૂદવાનો પ્રયાસ કર્યો હતો. 'અમને ફૂટબોલની જેમ રમાડે છે, કલેક્ટર-મુખ્યમંત્રીના ઓર્ડર છતાં કાર્યવાહી નહીં' સણિયા હેમદના રહીશ જતિનભાઈએ કહ્યું હતું કે, અમારો સંપૂર્ણ વિસ્તાર રેસિડેન્શિયલ છે. ત્યાં કોટેજના નામે પરમિશન લઈને ગેરકાયદે હેવી ઇન્ડસ્ટ્રિયલ એકમો ઊભા કરી બાંધકામો કરી દેવાયા છે. આ અંગે અમે છેલ્લા ચાર વર્ષથી સતત રજૂઆતો કરીએ છીએ, પણ સ્થિતિ ‘ભેંસ આગળ ભાગવત’ જેવી છે! કોઈ નિરાકરણ આવતું નથી. 'અમે જ્યારે પણ આવીએ ત્યારે અધિકારીઓ અમને ફૂટબોલની જેમ એકબીજા પાસે દોડાવ્યા કરે છે. ક્યારેક કહે પહેલાંને મળો, ક્યારેક કહે કાર્યપાલકને મળો, કાર્યપાલક કહે નીચે જાવ. અઠવાડિયામાં ત્રણ-ત્રણ વાર આવીએ તોય કશું થતું નથી. ડિમોલિશનના ઓર્ડર કલેક્ટર, કમિશનર અને મુખ્યમંત્રી કક્ષાએથી આપ્યા હોવા છતાં અધિકારીઓ માત્ર એવું બહાનું કાઢે છે કે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે! આવા જવાબો સાંભળીને હું કંટાળી ગયો છું. આજે મારા મગજમાં એવું થઈ ગયું કે અહીંથી નીચે પડીને મરી જાવ. સણિયા હેમદની હાલત ખરાબ કરી નાખી છે. સીએમ સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા આ બાબતે ધ્યાન આપે અને યોગ્ય નિવેડો લાવે.' 'રહેણાંક વિસ્તારને ઉદ્યોગોનું જંગલ બનાવી દીધું' કતારગામ ઝોન (ટીપી 83 અને 66)માંથી રજૂઆત કરવા આવેલા હિરેન સવાણીએ કહ્યું હતું કે, અમે રેસિડેન્શિયલ ઝોનમાં રહીએ છીએ, પરંતુ આ વિસ્તારને ઉદ્યોગોનું ઝોન બનાવી દેવામાં આવ્યું છે. લોકોના રહેણાંક વચ્ચે મોટી-મોટી મશીનરી ખડકી દેવાઈ છે. જંગલમાંથી દીપડો કે વાઘ આવે ત્યારે પાંજરું મૂકવા બોલાવીએ તો તંત્ર આવે, પણ અહીં અધિકારીઓ ડોકાતા પણ નથી. હવે તો એવું લાગે છે કે અમે જંગલમાં રહેવા આવ્યા છીએ! 'આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની 100 ટકા આશંકા છે. જો ભ્રષ્ટાચાર ન હોય તો અત્યાર સુધી તોડફોડ કેમ ન થઈ? અધિકારીઓ એમ કહે છે કે આ બહુ મોટો પ્રશ્ન છે, આનું સોલ્યુશન આમ ન આવે. અમારી એક જ માંગણી છે કે રહેણાંક ઝોનને રહેણાંક રહેવા દો અને અમને શાંતિથી જીવવા દો.'
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ:ગાંધી જયંતિએ અનાવરણ કરાયેલી પ્રતિમાના 10 દિવસમાં જ ઘટના, કોંગ્રેસ મહામંત્રીએ તપાસ માગ કરી
    Next Article
    નવસારીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ:ચૂંટણી પંચની કામગીરી સામે કાર્યકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો, પોલીસે નેતાઓની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment