Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાછરાદાદાની આસ્થામાં આદ્રી ગામ બનશે લોકસંસ્કૃતિનું કેન્દ્ર:10 હજારથી વધુની મેદની વચ્ચે કસુંબલ લોકડાયરો, પૂજન-નિવૈદ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો

    3 days ago

    વેરાવળ તાલુકાના આદ્રી ગામે ભાદરવા માસના ત્રીજા સોમવારે, 28 સપ્ટેમ્બરે, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ધર્મોત્સવ યોજાશે. વર્ષ 2000થી શરૂ થયેલો આ ઉત્સવ હવે 26મા વર્ષમાં પ્રવેશ્યો છે. આદ્રી ગામ સમસ્ત અને શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આયોજન કરી રહ્યા છે. ઉત્સવમાં વાછરાદાદાના પૂજન-અર્ચન, નિવૈદ અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો થશે. સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો આયોજન સંભાળી રહ્યા છે. ધર્મોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રે 9 વાગ્યે શ્રી મહાકાળી માતાજીના મંદિર નજીકના 50 વીઘાના મેદાનમાં યોજાનારો કસુંબલ લોકડાયરો છે. આયોજકો મુજબ, દર વર્ષે 10 હજારથી વધુ લોકો તેની મોજ માણવા ઉમટે છે. આ વર્ષે લોકડાયરામાં રાજ ગઢવી, મયુર દવે, પૂજાબા ચૌહાણ અને રાજા ગઢવી જેવા જાણીતા કલાકારો રજૂઆત કરશે. પદ્મશ્રી સન્માનિત કલાકાર હાજી રમકડુંનું વિશેષ સન્માન પણ કરાશે. આ ધર્મોત્સવ લોકસંસ્કૃતિ અને સામૂહિક એકતાનો સંગમ છે. લોકડાયરામાં પુરુષો ઉપરાંત હજારો મહિલાઓ પણ પરિવાર સાથે હાજર રહી આનંદ માણે છે. સમૂહ ભોજન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ સમગ્ર ધર્મોત્સવ પાછળ વાછરાદાદા પ્રત્યેની શ્રદ્ધા અને ગૌસેવાની ભાવના જોડાયેલી છે. આદ્રી ગામે આવેલી શ્રી મહાકાળી ગૌશાળામાં 200 જેટલા ગૌવંશની સેવા-સંભાળ કરવામાં આવે છે અને લોકડાયરાનું આયોજન પણ ગૌશાળાના લાભાર્થે કરવામાં આવે છે. આમ, ધાર્મિક આસ્થા સાથે ગૌસેવા અને લોકસંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આદરીના ધર્મોત્સવને વિશિષ્ટ બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમાનંદજીના શિષ્યે ગુપ્તાંગ કાપ્યું પછી ચોથા માળેથી કૂદ્યો:2 વર્ષ પહેલાં તેમના હાથે દીક્ષા લીધેલી, રૂમમાંથી મળ્યું લોહીવાળું ગ્રાઇન્ડર; પરિવારનો આક્રોશ- ‘અમને મળવા નહતા દેતા'
    Next Article
    ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ:પાલિતાણા અને જેસરના 991 વરિષ્ઠ નાગરિકોને રૂ.92.89 લાખની કિંમતના 5445 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment