Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ:પાલિતાણા અને જેસરના 991 વરિષ્ઠ નાગરિકોને રૂ.92.89 લાખની કિંમતના 5445 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ

    3 days ago

    વડીલોના જીવનમાં સરળતા અને સ્વાવલંબન લાવવાનું સરકારનું સેવાકીય ધ્યેય : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા પાલિતાણા ખાતે ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો, આ કેમ્પમાં પાલિતાણા અને જેસર તાલુકાના 991 લાભાર્થીઓને રૂ.92,89,856 ની કિંમતના કુલ 5445 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત પાલિતાણા ખાતે વરિષ્ઠ નાગરિકો માટે આ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો છે વડીલોને પોતાના માતા-પિતા સમાન ગણી તેમની સેવા કરવાનો અવસર મળવો એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે વડીલો પ્રત્યે સ્નેહ અને આત્મીયતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ વડીલ પ્રેમથી તેમનો હાથ પકડીને બોલાવે છે ત્યારે પોતાના માતા-પિતા પ્રેમથી બોલાવતા હોય તેવી આત્મીય અનુભૂતિ થાય છે. વડીલો પ્રત્યેની આ લાગણી અને સંવેદનાને સેવા સાથે જોડીને તેમની મુશ્કેલીઓ દૂર કરી સન્માનપૂર્વકનું જીવન જીવવામાં સહાયરૂપ થવાનો આ સેવાયજ્ઞ છે 991 વરિષ્ઠ નાગરિકોને મળેલી આ સહાય માત્ર સાધન નથી, પરંતુ તેમના જીવનમાં ખુશી અને નવી આશાનો ઉજાસ લાવતો સેવા સંકલ્પ છે. કેન્દ્રીય રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા સતત સેવાકીય અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગજનો માટે યોજાયેલા કેમ્પમાં આશરે અઢી હજાર લાભાર્થીઓનું એસેસમેન્ટ કરી રૂ.4 કરોડની વિવિધ સાધન સહાય આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને એલિમ્કોની ટીમ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટર ડૉ.મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, વડીલોની સેવા કરવાનો અવસર એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આશરે 10 હજાર વરિષ્ઠ નાગરિકોનું ઝીણવટપૂર્વક સ્ક્રીનિંગ કરી તેમની વ્યક્તિગત જરૂરિયાત અને માપ અનુસાર સહાયક સાધનોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા વિભાગ અને એલિમ્કોની સંકલિત કામગીરીથી જરૂરિયાતમંદ વડીલોને તેમની જરૂરિયાત મુજબનાં સાધનો મળી રહ્યા છે, જે તેમના જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો સહારો બનશે. દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ADIP યોજના અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લાના આશરે 2600 લાભાર્થીઓને રૂ.4 કરોડથી વધુની સાધન સહાય આપવામાં આવી છે તે જ રીતે, ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આશરે 8000 વરિષ્ઠ નાગરિકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે, જેમને રૂ.7.66 કરોડની કિંમતની સાધન સહાય આપવામાં આવનાર છે. એલિમ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સહાયક સાધનોમાં 184 વ્હીલચેર, 631 ચાલવાની લાકડીઓ (માનક, ટ્રાઇપોડ અને ક્વોડ્રિપોડ), 850 શ્રવણ સહાય, 125 દંતચિકિત્સા સાધનો, 775 કટિ બેલ્ટ, 1728 ઘૂંટણના કૌંસ, 68 ખભાના કૌંસ, 237 વોકર્સ, 435 સીટ ગાદી, 313 કોમોડ સ્ટૂલ, 97 સીટ સાથેની ચાલવાની લાકડીઓ અને 2 ગરદનના કૌંસ સહિતનાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉદ્યોગપતિઓ, ગૌરક્ષા સંસ્થાના પ્રતિનિધિઓ તથા સખી મંડળની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાછરાદાદાની આસ્થામાં આદ્રી ગામ બનશે લોકસંસ્કૃતિનું કેન્દ્ર:10 હજારથી વધુની મેદની વચ્ચે કસુંબલ લોકડાયરો, પૂજન-નિવૈદ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો
    Next Article
    નારોલમાં લગ્ન મંડપમાં જાન સાથે પોલીસ પણ પહોંચી:181 અભયમે 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવ્યા, વરરાજો પણ 17 વર્ષનો હોવાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment