Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલમાં લગ્ન મંડપમાં જાન સાથે પોલીસ પણ પહોંચી:181 અભયમે 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવ્યા, વરરાજો પણ 17 વર્ષનો હોવાનો ખુલાસો

    3 days ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે બાળલગ્ન થતાં અટક્યા હતા. લગ્નમંડપમાં 17 વર્ષના વરરાજાની જાન પહોંચી ચૂકી હતી અને વિધિ શરૂ થાય તે પહેલાં જ 181 અભયમ હેલ્પલાઈન પર આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ 181ની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માતા-પિતાએ ઉંમર છુપાવવા પ્રયાસ કર્યો લગ્નમંડપમાં પહોંચેલી ટીમે પૂછપરછ હાથ ધરતાં બાળકીના માતા-પિતાએ તે પુખ્ત વયની હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઓળખના પુરાવાઓ તપાસતાં સામે આવ્યું કે બાળકીની ઉંમર માત્ર 11 વર્ષ છે અને સામે છેડે છોકરો પણ 17 વર્ષનો સગીર છે. બંને પક્ષ સગીર હોવાથી આ લગ્ન સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધના હતા. સગીરાને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડાઈ કોઈપણ ઘર્ષણ ટાળવા માટે ટીમે સગીરાને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન ખસેડી હતી અને બંને પક્ષના વાલીઓને ત્યાં બોલાવ્યા હતા. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને 11 વર્ષની સગીરાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત આશ્રય માટે 'ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ' ખાતે મોકલી આપવામાં આવી હતી. પરિવારનું સંયુક્ત રીતે કાઉન્સિલિંગ કરાયું પોલીસ સ્ટેશન ખાતે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સંયુક્ત રીતે વાલીઓનું કાઉન્સિલિંગ કર્યું હતું. પૂછપરછ દરમિયાન માતા-પિતાએ સ્વીકાર્યું હતું કે તેમના સમાજમાં દીકરીઓના વહેલા લગ્ન કરવાનો રિવાજ હોવાથી તેમણે અગાઉ પણ પોતાની 3 દીકરીઓના સગીર વયે લગ્ન કરાવ્યા હતા. વાલીઓએ લગ્ન ન કરાવવાની બાંહેધરી આપાઈ કાઉન્સિલિંગ દરમિયાન માતા-પિતાને પોતાની ભૂલ સમજાઈ હતી અને બાળકો પુખ્ત વયના ના થાય ત્યાં સુધી તેમના લગ્ન નહીં કરાવવાની લેખિત બાંહેધરી આપી હતી. આમ, જાગૃત નાગરિક અને તંત્રની ઝડપી કામગીરીને કારણે એક નાની બાળકીનું ભવિષ્ય વેડફાતાં બચી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ:પાલિતાણા અને જેસરના 991 વરિષ્ઠ નાગરિકોને રૂ.92.89 લાખની કિંમતના 5445 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ
    Next Article
    જાંબુઘોડામાં ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ સ્પર્ધા યોજાઈ:વડાપ્રધાનના 25 વર્ષના સુશાસન નિમિત્તે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment