Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ:ચૂંટણી પંચની કામગીરી સામે કાર્યકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો, પોલીસે નેતાઓની અટકાયત કરી

    8 hours ago

    ચૂંટણી પંચની નીતિઓ સામે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ કરી રહી છે. આજે નવસારીમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે. નવસારી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ કરવા એકઠા થયા હતા. કાર્યકરો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. વિરોધને કારણે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે કાર્યકરોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ, જે પછી ઘર્ષણમાં બદલાઈ ગઈ હતી. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા કાર્યવાહી કરી હતી. સૂત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોને પકડીને પોલીસ વાહનોમાં બેસાડી દીધા હતા. અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓની ઘટનાસ્થળેથી જ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચ વિપક્ષના મુદ્દાઓને ધ્યાને લેતું નથી.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ઓફિસમાં અરજદારનો પહેલા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ:સણિયા હેમદ-કતારગામના ગેરકાયદે બાંધકામો મુદ્દે સ્થાનિકોનો હોબાળો, કહ્યું-કામ ન થતું હોય તો રાજીનામા આપી દો
    Next Article
    સાબરકાંઠા બેંકના ચેરમેન પદનો વિવાદ વકર્યો; વિશેષ બોર્ડ બેઠક યોજાઈ:હંસાબેન પટેલને હટાવવાની માગ વચ્ચે સતીશ પટેલ ઠરાવની નકલ મેળવવા કવાયતમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment