Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂજર્સીમાં મા અંબાના ગરબે ઘુમ્યા ભારતીય:મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાની ધરતી પર નવલા નોરતાનો ધબકાર

    8 hours ago

    અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પાર્સિપની શહેરમાં ૪ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્મિથ ગાર્ડન ખાતે ગરબા કાર્યક્રમ યોજાયો હતો. મા અંબાજીની આરાધના સાથે ગુજરાતી અને ભારતીય સમુદાયે ગરબે રમી આનંદ માણ્યો હતો. પાર્સિપનીના મેયર પુલકિત દેસાઈની પ્રેરણાથી આ આયોજન કરાયું હતું. મોરબી સાથે જોડાયેલા આયોજકો સંગીતાબેન દેસાઈ, રજનીકાંત પાટીદાર અને ગુણવંતભાઈ પટેલ (આરદેસણા) એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડોદરાની ગાયિકા કાવ્યાબેનના સ્વરે માતાજીના ગરબા રજૂ કરાયા, જેણે ઉપસ્થિતોને ભક્તિના રંગે રંગ્યા હતા. સૌએ ખુલ્લા મેદાનમાં પરંપરાગત ગરબે રમવાનો આનંદ લીધો હતો. આયોજકોએ ભારતીય ખાણીપીણીના સ્ટોલ પણ ગોઠવ્યા હતા. આ પ્રયાસોથી વિદેશમાં વસતા ભારતીયોને પોતાની પરંપરા સાથે જોડાવાનો સારો મોકો મળ્યો. મા અંબાના ગરબાના તાલે અમેરિકામાં ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સંભળાયો હતો.
    Click here to Read More
    Previous Article
    જુના કુંભારવાડામાં સિક્યુરિટીગાર્ડ-તેની પત્ની પર જીવલેણ હુમલો:એક વર્ષ પહેલાં કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી છરીના ઘા માર્યાં, પત્ની ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી અમદાવાદ રીફર
    Next Article
    અનામતની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા સરકારની કવાયત:350 અધિકારીઓને અપાયું માર્ગદર્શન, દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોને ન્યાય મળે તે માટે ભરતી પ્રક્રિયા પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment