Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુના કુંભારવાડામાં સિક્યુરિટીગાર્ડ-તેની પત્ની પર જીવલેણ હુમલો:એક વર્ષ પહેલાં કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી છરીના ઘા માર્યાં, પત્ની ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી અમદાવાદ રીફર

    9 hours ago

    ભાવનગરના રૂવાપરી રોડ પર જૂના કુંભારવાડા વિસ્તારમાં એક વર્ષ પૂર્વે કરેલી પોલીસ ફરિયાદની દાઝ રાખીને એક શખ્સે દંપતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડના માથા પર છરીના ઘા માર્યાં સ્ટીલકાસ્ટ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ ઉર્ફે રૂતીક જયંતીભાઈ જાદવ (ઉં.વ. 40) 11 ઓક્ટોબરના રોજ બપોરે ઘર બહાર બાઈક સાફ કરી રહ્યા હતા. તે દરમિયાન જીગર ઉર્ફે કીટલી હકાભાઈ રાઠોડ નામના શખસે ત્યાં આવી જૂની ફરિયાદનો અહંકાર રાખી અપશબ્દો બોલી રમેશભાઈના માથાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ફરિયાદીના પત્ની પર હુમલો કરી આરોપી ફરાર રમેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની સોનલબેન પર પણ આરોપીએ હિંસક હુમલો કર્યો હતો. સોનલબેનને ડાબા પગના સાથળ, કાંડા અને હોઠ પર છરીના ઊંડા ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી ધમકી આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પત્ની ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી અમદાવાદ રીફર ઘટના બાદ ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં રમેશભાઈના માથાના ભાગે એક્સ-રે કરાવી ટાંકા લેવાયા હતા. પત્નીની સ્થિતિ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસે આરોપી સામે BNS એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'થાય એટલા ભડાકા કરી લેજો':મેવાણીનું પોલીસને અલ્ટિમેટમ, ફાયર NOC વગર યોજાયા જીગરદાનના ગરબા, ગુજ્જુ લવગુરુ માટે ખજૂરભાઈની ભાવુક અપીલ
    Next Article
    ન્યૂજર્સીમાં મા અંબાના ગરબે ઘુમ્યા ભારતીય:મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાની ધરતી પર નવલા નોરતાનો ધબકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment