Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતાડિયા ગામની બાળાઓએ નવરાત્રિની જૂની પરંપરા જીવંત રાખી:માથે ગરબો રાખી ઘરે-ઘરે ફરી લોકગીતો ગાયા, ગ્રામ્ય સંસ્કૃતિનું સુંદર ચિત્ર રજૂ કર્યું

    9 hours ago

    નવરાત્રિ એટલે આદ્યશક્તિ મા અંબાની આરાધના, ભક્તિ અને ગરબાના તાલે ઝૂમી ઊઠવાનો પવિત્ર અવસર. નવરાત્રિ દરમિયાન શહેરોથી લઈને ગામડાંઓ સુધી ચોકે-ચોકે રાસ-ગરબાની રમઝટ જોવા મળે છે, પરંતુ કચ્છનાં કેટલાંક ગામોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ઉત્સવની આગવી ઓળખ બની રહી છે. મુંદરા તાલુકાના રતાડિયા સહિતનાં ગામડાંઓમાં નાની-નાની બાળાઓ માથે રંગબેરંગી ગરબો લઈને ઘરે-ઘરે જાય છે અને પ્રાચીન લોકગીતો ગાઈને ધર્મ, શ્રદ્ધા અને સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલિત રાખે છે. આજના આધુનિક સમયમાં નવરાત્રિની ઉજવણીની રીતોમાં અનેક બદલાવ આવ્યા છે, ત્યારે રતાડિયા ગામની બાળાઓ દ્વારા જાળવવામાં આવતી આ પરંપરા ગ્રામ્ય સંસ્કૃતિનું સુંદર ચિત્ર રજૂ કરે છે. માથે શણગારેલો ગરબો, ચહેરા પર નિર્દોષ સ્મિત અને હોઠે પેઢી દર પેઢી ગવાતાં લોકગીતો સાથે આ બાળાઓ ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે વાતાવરણ ભક્તિમય બની જાય છે. બાળાઓ પોતાની આગવી બાળસહજ ભાષામાં “અટલી પટલી પાઈ, મથે કઈ બાઈ વીએ...” જેવા પરંપરાગત ગીતો ગાઈને લોકોનું ધ્યાન આકર્ષે છે. તો “પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી...” જેવા લોકગીતોમાં માતાજીનાં દર્શનની અભિલાષા અને જૂના સમયની જીવનશૈલીની ઝલક પણ જોવા મળે છે. આ ગીતો માત્ર મનોરંજન પૂરતાં નથી, પરંતુ કચ્છની લોકબોલી, લોકમાન્યતાઓ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું માધ્યમ પણ છે. બાળાઓ જ્યારે ઘરે-ઘરે પહોંચે છે, ત્યારે ગ્રામજનો પણ પ્રેમ અને શ્રદ્ધાથી તેમનું સ્વાગત કરે છે. કોઈ તેમને પીપર આપે છે, તો કોઈ ચોકલેટ, અન્ય ચીજવસ્તુઓ કે રોકડ રકમ આપીને પ્રોત્સાહિત કરે છે. આ નાનકડી ભેટો પાછળ રહેલો સ્નેહ બાળાઓના ઉત્સાહમાં વધારો કરે છે અને ગામમાં સામૂહિક જોડાણની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની ઓળખ સમાન રાસ-ગરબા અને લોકપરંપરાઓને જાળવવા માટે આવા પ્રયાસોનું વિશેષ મહત્ત્વ છે. રતાડિયાની બાળાઓની આ પહેલ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. લોકગીતો અને પરંપરાઓ માત્ર ભૂતકાળની યાદ નથી, પરંતુ આવનારી પેઢી સુધી પહોંચાડવાની અમૂલ્ય ધરોહર છે. આવી પરંપરાઓને પ્રોત્સાહન આપીને જ આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને આગામી પેઢી સુધી જીવંત રાખી શકીશું.
    Click here to Read More
    Previous Article
    કેરળના ગાઢ જંગલમાં સુરત સાયબર સેલનું દિલધડક ઓપરેશન:સ્થાનિક પોલીસ હાથમાં રાઇફલ લઈ સાથે રહી, લાકડાના બ્રિજ વટાવી મહિલા આરોપીને દબોચી; ટ્રેડિંગના નામે 13.10 લાખની છેતરપિંડી
    Next Article
    ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન ભાંગરો વટાયો:રાહુલ ગાંધીનો વિરોધ કરવા જઈ 'હાય રે ભાજપ હાય'ના નારા લગાવ્યા, વિડિઓ વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment