Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન ભાંગરો વટાયો:રાહુલ ગાંધીનો વિરોધ કરવા જઈ 'હાય રે ભાજપ હાય'ના નારા લગાવ્યા, વિડિઓ વાયરલ

    9 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને વિચિત્ર ઘટના સામે આવી છે, કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચેલા ભાજપના મહિલા મોરચાના બહેનોએ આવેશમાં આવીને પોતાની જ પાર્ટી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દેતા ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાની હેઠળ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, આજરોજ શહેરના સંત કવંરામ ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલા જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા., મહિલાઓના સન્માન અને સ્વાભિમાનના મુદ્દે એકજૂથ થઈને ભાજપ મહિલા મોરચાની ટીમ વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હતી. કોંગ્રેસ કાર્યાલય આગળ પ્રદર્શન કરતી વખતે ભાજપ મહિલા મોરચાના બહેનો આવેશમાં આવીને ભાન ભૂલ્યા હતા અને રાહુલ ગાંધી કે કોંગ્રેસના બદલે "હાય રે ભાજપ હાય"ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું., પોતાના જ પક્ષ વિરુદ્ધ નારેબાજી થઈ રહી છે તેવું ધ્યાને આવતા જ ત્યાં હાજર મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ભૂલ સમજાયા બાદ તમામ બહેનો હસી પડ્યા હતા અને તુરંત જ ભૂલ સુધારીને કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધી નારા લગાવવાના શરૂ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ ભાજપ મહિલા મોરચા દ્વારા પોતાના જ પક્ષ સામે નારેબાજી કરવાનો આ વિડિઓ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. રાહુલ ગાંધીનો વિરોધ કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓનો આ ભાંગરો વટાયાનો કિસ્સો હાલ સમગ્ર ભાવનગરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    રતાડિયા ગામની બાળાઓએ નવરાત્રિની જૂની પરંપરા જીવંત રાખી:માથે ગરબો રાખી ઘરે-ઘરે ફરી લોકગીતો ગાયા, ગ્રામ્ય સંસ્કૃતિનું સુંદર ચિત્ર રજૂ કર્યું
    Next Article
    ગોધરાની પોલન બજાર શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:12 શાળાના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 'વિકસિત ભારત' થીમ પર પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment