Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ચૂંટણી કમિશનર મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને-સામને:કોંગ્રેસની વિરોધ રેલી સામે ભાજપ મહિલા મોરચાનાં ધરણાં, શહેરમાં રાજકીય ગરમાવો

    15 hours ago

    કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે ચૂંટણી કમિશનરને લગતા મુદ્દા સહિત રાજકીય બાબતોને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. કોંગ્રેસ દ્વારા ભીડનાકા વિસ્તારથી સરકાર સામે વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સૂચના અનુસાર કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની અલગ-અલગ વિરોધ પ્રવૃત્તિઓને પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. રેલી દરમિયાન કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હાથમાં વિવિધ સંદેશા લખેલાં પ્લેકાર્ડ સાથે કાર્યકરોએ સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી કમિશનરને લગતા મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવી સરકાર સામે પોતાની રજૂઆત કરી હતી. રેલીમાં પક્ષના કાર્યકરોની હાજરીને પગલે ભુજમાં રાજકીય પ્રવૃત્તિઓ ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ કોંગ્રેસના વિરોધ સામે ભાજપે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સૂચના મુજબ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયની સામે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા મોરચાનાં હોદ્દેદારો, ચૂંટાયેલાં મહિલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયાં હતાં. ભાજપના મહિલા નેતાઓએ કોંગ્રેસના વિરોધને રાજકીય ગણાવી આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ જનતાના પ્રશ્નોને બદલે રાજકીય પ્રચારને પ્રાધાન્ય આપી રહ્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં વધુ 25 ઉદ્યોગોને સરકારી સહાયની મંજૂરી:3,903 કરોડનું રોકાણ થશે, ઓટોમોબાઇલથી લઈને કેમિકલ અને સિરામિક ક્ષેત્ર સુધીના એકમોને લાભ
    Next Article
    પ્રશાસનના આશ્વાસન છતાં અસંતોષ:વડોદરાની વેદ MSW કોલેજના વિદ્યાર્થીઓની સિટીબસ શરૂ કરવાની માંગ, મનપામાં આવેદન પત્ર પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment