Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રશાસનના આશ્વાસન છતાં અસંતોષ:વડોદરાની વેદ MSW કોલેજના વિદ્યાર્થીઓની સિટીબસ શરૂ કરવાની માંગ, મનપામાં આવેદન પત્ર પાઠવ્યું

    15 hours ago

    વડોદરા શહેરની જાણીતી વેદ એમ.એસ.ડબ્લ્યુ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે, જેના પગલે હવે તેમનો રોષ સામે આવ્યો છે. શહેરથી દૂર આવેલી કોલેજમાં અવર-જવર કરતા વિધાર્થીઓને મુશ્કેલી વેઠવી પડતી હોવાથી આ વિસ્તારમાં સીટી બસ શરૂ કરવામાં આવે એવી માંગ સાથે મહાનગરપાલિકામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શેરખી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ આ કોલેજ વડોદરા શહેરથી દૂર શેરખી વિસ્તાર નજીક આવેલી હોવાના કારણે ત્યાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે દૈનિક આવન-જાવન કરવી એક મોટો પડકાર બની ગઈ છે. કોલેજનું સ્થળ શહેરની હદથી બહાર અને પૂરતી વાહનવ્યવહારની સગવડ વિનાના વિસ્તારમાં હોવાથી વિદ્યાર્થીઓને નિયમિત રીતે કોલેજ પહોંચવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. અગાઉ બે વખત રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે અગાઉ પણ બે વખત સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઇ નક્કર પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અગાઉની રજૂઆતો અને વચનો માત્ર કાગળ પર જ રહેતા, મજબૂર બનેલા વિદ્યાર્થીઓએ તંત્રનું ધ્યાન ખેંચવા માટે ત્રીજી વખત મહાનગરપાલિકા કચેરીએ જઈને આવેદનપત્ર સુપરત કર્યું છે. વિદ્યાર્થીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા માત્ર સમય પસાર કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. આવેદનપત્ર સ્વીકારતી વખતે પાલિકાના અધિકારીઓ દ્વારા હંમેશની જેમ ટૂંક સમયમાં જ સિટીબસની સુવિધા શરૂ કરવામાં આવશે તેવું નવું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ હવે માત્ર મૌખિક આશ્વાસનોથી સંતુષ્ટ નથી અને વહેલી તકે રસ્તા પર બસ દોડતી જોવા માંગે છે. ટૂંક સમયમાં બસ શરૂ કરવા આશ્વાસન શેરખી નજીક આવેલી આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટે ભાગે મધ્યમ વર્ગમાંથી આવે છે, જેઓ ખાનગી વાહનો કે રીક્ષાનું ભાડું રોજબરોજ ચૂકવવામાં આર્થિક રીતે અસમર્થ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટીબસ સેવા જો આ રૂટ પર શરૂ કરવામાં આવે, તો હજારો વિદ્યાર્થીઓ તેમજ આસપાસના સ્થાનિક રહીશોને પણ મોટો ફાયદો થઈ શકે તેમ છે. અગાઉની બે વખતની રજૂઆતોમાં અધિકારીઓએ હકારાત્મક વલણ દાખવ્યું હતું પરંતુ કોઈ નક્કર અમલીકરણ ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્રીજી વખત આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓએ ત્વરિત બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી જેના પગલે અધિકારીએ પણ ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરવા આશ્વાસન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ચૂંટણી કમિશનર મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને-સામને:કોંગ્રેસની વિરોધ રેલી સામે ભાજપ મહિલા મોરચાનાં ધરણાં, શહેરમાં રાજકીય ગરમાવો
    Next Article
    સેન્સેક્સ 548 પોઈન્ટ ઘટીને 71,925 પર બંધ:નિફ્ટી પણ 157 પોઈન્ટ નીચે આવ્યો, IT અને બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment