Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વધુ 25 ઉદ્યોગોને સરકારી સહાયની મંજૂરી:3,903 કરોડનું રોકાણ થશે, ઓટોમોબાઇલથી લઈને કેમિકલ અને સિરામિક ક્ષેત્ર સુધીના એકમોને લાભ

    16 hours ago

    ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને નવા રોકાણને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના વધુ 25 ઔદ્યોગિક એકમોને સરકારી સહાય આપવા માટે ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ (આખરી પાત્રતા પ્રમાણપત્ર) મંજૂર કરવામાં આવ્યાં છે. આ એકમો દ્વારા રાજ્યમાં કુલ રૂ. 3,903.30 કરોડનું મૂડીરોકાણ થવાની સાથે અંદાજે 8,178 નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. રાજ્યમાં ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ, મૂડીરોકાણમાં વધારો અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે વિવિધ નીતિઓ હેઠળ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યાં છે. આ જ દિશામાં લેવાયેલા નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત ઔદ્યોગિક એકમોને નાણાકીય સહાયનો લાભ મળશે. ઔદ્યોગિક નીતિ હેઠળ 22 એકમોને મંજૂરી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 22 ઔદ્યોગિક એકમોના રૂ. 1,631.90 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 હેઠળ ત્રણ મોટા ઔદ્યોગિક એકમોના રૂ. 2,271.40 કરોડના મૂડીરોકાણને આખરી મંજૂરી આપવામાં આવી છે. આમ, બંને યોજનાઓ હેઠળ કુલ 25 ઔદ્યોગિક એકમોને સહાય માટે મંજૂરી મળતાં રૂ. 3,903.30 કરોડનું મૂડીરોકાણ અને 8,178થી વધુ નવી રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે. અમદાવાદથી કચ્છ અને મોરબી સુધીના ઉદ્યોગોને લાભ આ સહાયનો લાભ અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોને મળશે. આ એકમો ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, પેપર, કેમિકલ, સિરામિક અને મેટલ જેવા મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રોમાં રોકાણ વધવાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. નેટ SGST, વ્યાજ સહાય અને EPF રિઇમ્બર્સમેન્ટનો લાભ રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ હેઠળ પાત્ર ઔદ્યોગિક એકમોને નેટ SGST સહાય, વ્યાજ સહાય અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) રિઇમ્બર્સમેન્ટ સહિતના નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. આ સહાયથી ઉદ્યોગો પરનો નાણાકીય બોજ ઘટાડવા અને નવા રોકાણને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. સરકારના જણાવ્યા મુજબ આ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓથી મોટા ઉદ્યોગોની સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના વિકાસને પણ વેગ મળશે. પરિણામે ગુજરાતમાં ઔદ્યોગિક માળખું વધુ મજબૂત બનવાની સાથે રાજ્યને દેશ-વિદેશના રોકાણકારો માટે વધુ આકર્ષક કેન્દ્ર બનાવવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    એમ્બ્રોઇડરી કારીગરો વચ્ચે ધીંગાણું:સુરતના ઘનશ્યામનગરમાં બાઇક અથડાવા બાબતે લાકડાના ફટકા ઉછળ્યા, પોલીસ પહોંચતાં સમાધાન થતાં ફરિયાદ ન નોંધાઈ
    Next Article
    ભુજમાં ચૂંટણી કમિશનર મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને-સામને:કોંગ્રેસની વિરોધ રેલી સામે ભાજપ મહિલા મોરચાનાં ધરણાં, શહેરમાં રાજકીય ગરમાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment