Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ્બ્રોઇડરી કારીગરો વચ્ચે ધીંગાણું:સુરતના ઘનશ્યામનગરમાં બાઇક અથડાવા બાબતે લાકડાના ફટકા ઉછળ્યા, પોલીસ પહોંચતાં સમાધાન થતાં ફરિયાદ ન નોંધાઈ

    17 hours ago

    સુરતના વરાછા પંથકમાં અવારનવાર નજીવી બાબતોમાં મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ઘનશ્યામનગર વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી અને લાકડાના ફટકા ઉછળ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઇક અથડાવવા જેવી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એમ્બ્રોઇડરીના વર્કરો સામસામે આવી ગયા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ મામલો થાળે પડી જતાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી, પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાઇક અડકી જતાં મામલો બિચક્યો મળતી માહિતી મુજબ, ઘનશ્યામનગર નજીક આવેલા શિવાપાર્ક પાસે મોડી રાત્રે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા કારીગરો વચ્ચે બાઇક અથડાવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષે અન્ય સાથી કારીગરો પણ દોડી આવ્યા હતા. જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી અને બંને જૂથ આમને-સામને આવી ગયા હતા. લાકડાના ફટકા અને છૂટા હાથની મારામારી શિવાપાર્કમાં સામાન્ય માથાકૂટે એટલું મોટું સ્વરૂપ લીધું કે બંને જૂથના લોકોએ એકબીજા પર હુમલો કરી દીધો હતો. રસ્તા પર જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો લાકડાના ફટકા લઈને તૂટી પડ્યા હતા. મોડી રાત્રે થયેલા આ હોબાળા અને બૂમાબૂમને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ પહોંચે તે પહેલાં સમાધાન જાહેરમાં મારામારી થઈ રહી હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતાં પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ બંને પક્ષના વડીલો અને આગેવાનો વચ્ચે પડી ગયા હતા અને મામલો થાળે પાડીને સમાધાન કરાવી દીધું હતું. બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાથી કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. ફરિયાદ ભલે ન નોંધાઈ હોય, પરંતુ આ સમગ્ર ધીંગાણાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    GIFT સિટીની IIFT અને EDII સંસ્થા સાથે મળીને કામ કરશે:IIFT અને EDII વચ્ચે કરાર માટે ચર્ચા, વિદ્યાર્થીઓને તાલીમ, સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન
    Next Article
    ગુજરાતમાં વધુ 25 ઉદ્યોગોને સરકારી સહાયની મંજૂરી:3,903 કરોડનું રોકાણ થશે, ઓટોમોબાઇલથી લઈને કેમિકલ અને સિરામિક ક્ષેત્ર સુધીના એકમોને લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment