Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIFT સિટીની IIFT અને EDII સંસ્થા સાથે મળીને કામ કરશે:IIFT અને EDII વચ્ચે કરાર માટે ચર્ચા, વિદ્યાર્થીઓને તાલીમ, સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન

    17 hours ago

    ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય વેપાર, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)ની GIFT સિટી કેમ્પસ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) વચ્ચે સંસ્થાકીય ભાગીદારી વિકસાવવા માટે ચર્ચા કરવામાં આવી છે. બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવાની દિશામાં ચર્ચા થઈ છે, જેના દ્વારા શિક્ષણ, સંશોધન, ક્ષમતા નિર્માણ અને વ્યાવસાયિક વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત પહેલ હાથ ધરવાની સંભાવના છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાના નેતૃત્વ હેઠળના વરિષ્ઠ પ્રતિનિધિમંડળે IIFTની GIFT સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેમ્પસના વડા પ્રો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શર્મા સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને સંસ્થાઓના ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો. બેઠકમાં સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો ડૉ. સુનીલ શુક્લા સાથે EDIIના ડિપાર્ટમેન્ટ ઑફ એન્ટરપ્રિન્યોરશિપ એજ્યુકેશનના પ્રોફેસર અને ડિરેક્ટર ડૉ. સત્ય રંજન આચાર્ય તેમજ ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ પ્રોજેક્ટ્સના પ્રોફેસર અને ડિરેક્ટર તથા નોર્ધન રિજનલ ઑફિસના રિજનલ ડિરેક્ટર ડૉ. અમિત કુમાર દ્વિવેદીન પણ ઉપસ્થિત રહ્યા હતા. IIFTના કુલપતિ પ્રો. ડૉ. કે. રંગરાજનની સપ્ટેમ્બર 2026માં IIFT GIFT સિટી કેમ્પસ અને EDIIની મુલાકાતને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને સંસ્થાઓની વિશેષતાઓને જોડીને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. MSME અને સ્ટાર્ટઅપ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો ચર્ચા દરમિયાન મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (MDPs), એક્ઝિક્યુટિવ લર્નિંગ, કૌશલ્ય આધારિત અને ક્ષેત્રવિશેષ તાલીમ કાર્યક્રમો વિકસાવવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે તાલીમ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો શરૂ કરવાની સંભાવના તપાસવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્યોગસાહસિકતા, આંતરરાષ્ટ્રીય વેપાર, વૈશ્વિક બિઝનેસ અને માર્કેટ ડેવલપમેન્ટને જોડતા સંયુક્ત કાર્યક્રમો યોજવા, ઉદ્યોગસાહસિકો, MSME એકમો, સરકારી અધિકારીઓ અને વ્યાવસાયિકો માટે તાલીમની તકો ઊભી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓની આપ-લે અને સંયુક્ત સંશોધન પર ભાર બંને સંસ્થાઓના MBA અને અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓને એકબીજાના શૈક્ષણિક વાતાવરણનો અનુભવ મળે તે માટે સ્ટુડન્ટ એક્સચેન્જ અને સંસ્થાકીય મુલાકાતના કાર્યક્રમો વિકસાવવાની સંભાવના પણ ચર્ચાઈ હતી. સંયુક્ત સંશોધન હેઠળ વૈશ્વિક ઉદ્યોગસાહસિકતા, આંતરરાષ્ટ્રીય બજારો, બજારની ઓળખ, ભારતીય ઉદ્યોગો માટે ઊભરતી તકો તથા સરકારી યોજનાઓના અભ્યાસ જેવા વિષયો પર કામ કરવાની શક્યતાઓ તપાસવામાં આવી હતી. બદલાતી ઔદ્યોગિક અને વ્યાવસાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બજાર અને ક્ષેત્રવિશેષ કાર્યક્રમો તૈયાર કરવા તેમજ ફેકલ્ટી વચ્ચે જ્ઞાનની આપ-લે અને સંયુક્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. IIFT અને EDIIની વિશેષતાઓ એકસાથે આવશે IIFT પાસે આંતરરાષ્ટ્રીય બિઝનેસ, વિદેશી વેપાર, વૈશ્વિક બજારો અને સરહદ પારના વ્યાપાર ક્ષેત્રે વિશેષ અનુભવ છે. જ્યારે EDII ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, MSME વિકાસ, ક્ષમતા નિર્માણ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને ઉદ્યોગ વિકાસ ક્ષેત્રે લાંબા સમયનો અનુભવ ધરાવે છે. આ બંને સંસ્થાઓ નિષ્ણાતોને એકસાથે લાવીને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે ઉદ્યોગસાહસિકતાને જોડવા, નવા બજારોની તકો સમજવા અને ઉદ્યોગો માટે તાલીમ તથા સંશોધનના નવા માર્ગો વિકસાવવાની સંભાવના છે. IIFT GIFT સિટી કેમ્પસ દ્વારા આ દિશામાં નવી તકો માટે આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢના ઢોલિયા ગામે મંત્રી ઋષિકેશ પટેલે ભૈરવદાદાના દર્શન કર્યા:પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી, આદિવાસી વિસ્તારોના વિકાસની વાત કરી
    Next Article
    એમ્બ્રોઇડરી કારીગરો વચ્ચે ધીંગાણું:સુરતના ઘનશ્યામનગરમાં બાઇક અથડાવા બાબતે લાકડાના ફટકા ઉછળ્યા, પોલીસ પહોંચતાં સમાધાન થતાં ફરિયાદ ન નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment