Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢના ઢોલિયા ગામે મંત્રી ઋષિકેશ પટેલે ભૈરવદાદાના દર્શન કર્યા:પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી, આદિવાસી વિસ્તારોના વિકાસની વાત કરી

    18 hours ago

    બનાસકાંઠાના અમીરગઢના ઢોલિયા ગામે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ભૈરવદાદાના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના નાગરિકો અને ગામના લોકોની સુખાકારી, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, તેમને ભૈરવદાદાના આશીર્વાદ મળ્યા હતા. મંદિરના વિકાસ અને જરૂરી સુવિધાઓ માટે કામ કરાશે. રાજ્ય સરકાર શ્રદ્ધા કેન્દ્રોના વિકાસ માટે પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારોના લોકોની સુખાકારી અને વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સ્થાનિક સમસ્યાઓ અને જરૂરિયાતો જાણવા આ ત્રણ દિવસનો પ્રવાસ ગોઠવાયો છે. પ્રવાસ દરમિયાન સ્થાનિક આગેવાનો, સરપંચો અને નાગરિકો સાથે વાતચીત થશે. અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોની ચર્ચા કરાશે. આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે અને અંતરિયાળ ગામો સુધી સુવિધાઓ પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ, રાહુલ ગાડીમાં સવાર:તેજસ્વી, અખિલેશ યાદવ સાથે; CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરશે
    Next Article
    GIFT સિટીની IIFT અને EDII સંસ્થા સાથે મળીને કામ કરશે:IIFT અને EDII વચ્ચે કરાર માટે ચર્ચા, વિદ્યાર્થીઓને તાલીમ, સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment