Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાના ધરણાં પ્રદર્શન.:વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને જે.એન.યુ.ના પ્રોફેસરના યૌન ઉત્પીડનના વિરોધમાં વિરોધ,કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાનું ધરણાં પ્રદર્શન .

    17 hours ago

    ​જૂનાગઢમાં મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દે અને કોંગ્રેસના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા ધરણા કરવામાં આવ્યા છે.આ વિરોધ પ્રદર્શન અંતર્ગત જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા ભાજપ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયની સામે ધરણા પર બેસીને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ​આ ધરણા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ JNU (જે.ઇ.યુ.) ના પ્રોફેસર વિમલ દ્વારા 11 જેટલી વિદ્યાર્થિનીઓનું કરવામાં આવેલું કથિત યૌન ઉત્પીડન અને તેમના પર ગુજારવામાં આવતો અત્યાચાર છે. આ ઘટનાને લઈને મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને દોષિત પ્રોફેસર સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ​આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી ભાવના હીરપરાએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અત્યારે જે પ્રકારે દીકરીઓ ઉપર અત્યાચારો તથા જાતીય સતામણીની ઘટનાઓ વધી રહી છે, તેને ભાજપ મહિલા મોરચો ક્યારેય સહન કરશે નહીં. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નીતિ-વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા અપરાધીઓ અને દોષિતોને છાવરવામાં આવે છે અથવા તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જે અત્યંત નિંદનીય છે. ​ભાવના હીરપરાએ વધુમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે આવા જગધન્ય કૃત્યો કરનાર દોષિતોને સખતમાં સખત સજા મળવી જ જોઈએ જેથી ભોગ બનનાર દીકરીઓને સમયસર ન્યાય મળી શકે. મહિલાઓની સુરક્ષા અને તેમના સન્માન માટે ભાજપ મહિલા મોરચો હંમેશાં મેદાને રહેશે
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં નોંધણી કચેરીના 600 કર્મીઓ લડતના માર્ગે:બિનજરૂરી સરકારી પરિપત્રો દૂર કરવા, ગરવી 2.0 પોર્ટલમાં રહેલી ક્ષતિઓ સુધારવી, ચાર્જશીટ, બદલીના પ્રશ્ને આંદોલનના મંડાણ
    Next Article
    વલસાડમાં ‘રંગરસિયા’ ગરબા મહોત્સવમાં 1300 સ્પર્ધકો જોડાયા:ઉડાન ટ્રસ્ટ દ્વારા 10મા વર્ષે શેરીગરબા સ્પર્ધા; 33 ટીમોને ઇનામ, 2 તબીબોને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment