Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ‘રંગરસિયા’ ગરબા મહોત્સવમાં 1300 સ્પર્ધકો જોડાયા:ઉડાન ટ્રસ્ટ દ્વારા 10મા વર્ષે શેરીગરબા સ્પર્ધા; 33 ટીમોને ઇનામ, 2 તબીબોને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

    16 hours ago

    વલસાડમાં ઉડાન – ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 10મા વર્ષે ‘રંગરસિયા – ગરબે ઘૂમે ગુજરાત મહોત્સવ’ યોજાયો. 4થી 8 ઓક્ટોબર દરમિયાન શેરીગરબા સ્પર્ધામાં 81 એન્ટ્રી સાથે આશરે 1300 સ્પર્ધકોએ ભાગ લીધો. ટ્રસ્ટે સ્પર્ધકો પાસેથી કોઈ એન્ટ્રી ફી લીધી નહોતી અને તમામને ભેટ-પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા. આ વર્ષનો થીમ ‘ભારતની દીકરી, ભારતનું સ્વાભિમાન તથા સ્વદેશી સંકલ્પ’ હતો. આયોજક ડો. જાનકી ત્રિવેદીનો ઉદ્દેશ ગરબાની પરંપરા જાળવી ગુજરાતી સંસ્કૃતિને વિશ્વસ્તરે પહોંચાડવાનો છે. મહોત્સવનું ઇનામ વિતરણ 10 ઓક્ટોબરે કોળી પટેલ સમાજની વાડી ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલની હાજરીમાં થયું. કુલ 33 ટીમોને ટ્રોફી અને રોકડ ઇનામ અપાયા. પૂર રાહત કામગીરી કરનાર સંસ્થાઓનું પણ સન્માન કરાયું. આ પ્રસંગે ડો. નયનાબેન દેસાઈ અને ડો. અશોકભાઈ શાહને ‘વલસાડ ચિરંજીવી યોગદાન ગૌરવ સન્માન’ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. આયોજનને સફળ બનાવવા ડો. જાનકી મુકેશભાઈ ત્રિવેદીએ મહેનત કરી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાવનાબેન ચોખાવાલા, હેમાલીબેન ટંડેલ અને તન્વીબેન પટેલે સેવા આપી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાના ધરણાં પ્રદર્શન.:વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને જે.એન.યુ.ના પ્રોફેસરના યૌન ઉત્પીડનના વિરોધમાં વિરોધ,કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાનું ધરણાં પ્રદર્શન .
    Next Article
    Ambaji Temple | અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ | Chachar Chowk | Garba | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment