Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં નોંધણી કચેરીના 600 કર્મીઓ લડતના માર્ગે:બિનજરૂરી સરકારી પરિપત્રો દૂર કરવા, ગરવી 2.0 પોર્ટલમાં રહેલી ક્ષતિઓ સુધારવી, ચાર્જશીટ, બદલીના પ્રશ્ને આંદોલનના મંડાણ

    17 hours ago

    ગુજરાતમાં વકીલો, મહેસૂલી કર્મચારીઓ બાદ હવે નોંધણી કચેરીના કર્મચારીઓએ લડતના મંડળ કર્યા છે. બિનજરૂરી સરકારી પરિપત્રો દૂર કરવા, ગરવી 2.0 પોર્ટલમાં રહેલી ક્ષતિઓ સુધારવી, બદલીના પ્રશ્નોની સાથે કર્મચારીઓને નાની ક્ષતિમાં ચાર્જશીટ સામે વિરોધ સ્વરૂપે રાજકોટના 40 થી વધુ સહિત રાજ્યના 600 જેટલા કર્મચારીઓએ આજે જિલ્લા કક્ષાએ અધિક નોંધણી સર નિરીક્ષક શ્રેણીની કક્ષાએ આવેદન આપી હડતાલની ચિમકી ઉચ્ચારી છે. હવે તા.15 ઓક્ટોબરના કાળી પટ્ટી બાંધીને વિરોધ, તા.17 ઓક્ટોબરના રોજ સરકાર દ્વારા જે વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ, તા .22 ઓક્ટોબરના માસ સીએલ અને તા.2 નવેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેથી દસ્તાવેજ નોંધણી સહિતના કામો ઠપ્પ થઈ જશે. રાજકોટ ઝોન - 1 ના સબ રજીસ્ટ્રાર એ. એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં રાજકોટમાં 40 ઉપરાંતનું તો સમગ્ર રાજ્યભરમાં 600ની આજુબાજુનું મહેકમ છે. છેલ્લા બે વર્ષથી અમારા અમુક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી અને વડી કચેરીએ વારંવાર અવારનવાર રજૂઆત કરેલી છે. જોકે તેનું કોઈ નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા એક આંદોલન કાર્યક્રમ જાહેર કરેલો છે. જેમાં કર્મચારીઓને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ માંગણીઓ કરેલી છે. જેમાં બિનજરૂરી પરિપત્રો દૂર કરવા માટે પણ માંગણી છે. આ ઉપરાંત સરકારનું ગરવી 2.0 પોર્ટલ છે. જેમાં ઘણી ક્ષતિઓ રહેલી છે. તેમાં સુધારણાની વાત કરેલી છે. આ સાથે જ કર્મચારીઓના બદલીને લગતા પણ થોડાઘણા પ્રશ્નો છે તો તેના નિરાકરણ માટે પણ અમારી માંગણી છે. કર્મચારી કક્ષાએથી અને લોકો કક્ષાએથી પણ ઘણી વખતે એવું થાય કે પરિપત્રોમાં અને કાયદાકીય રીતે વિસંગતતા આવતી હોય તો ઘર્ષણનો સામનો કરવો પડે અને ખોટા લિટિગેશનો ઊભા થાય છે. આ ઉપરાંત કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવે છે. કર્મચારીઓમાં એવું હોય છે કે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કચેરી ઓડિટ થતું હોય છે અને કચેરી ઓડિટ એટલે કે તપાસણી અંતર્ગત ક્ષતિઓ ધ્યાન ઉપર લાવવામાં આવતી હોય છે. જે વહીવટી પ્રક્રિયા છે અને તેના નિરાકરણ માટે પણ સરકાર દ્વારા સક્ષમ સત્તાધિકારીઓની નિમણૂક કરેલી હોય છે તો તેમાં સામાન્ય ભૂલોનું ઓડિટ ક્વેરી કાઢીને કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવે છે. જે કર્મચારીઓ માટે માનસિક ત્રાસ સમાન સાબિત થાય છે અને તેની અસર તેમની કાર્યક્ષમતા પર પણ અસર પડતી હોય છે. આજે તા.12 ઓક્ટોબરના ઝોન કક્ષાએ એટલે કે અધિક નોંધણી સર નિરીક્ષક શ્રેણીની કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે તા.15 ઓક્ટોબરના કાળી પટ્ટી બાંધીને વિરોધ થશે અને પછી તા.17 ઓક્ટોબરના રોજ સરકાર દ્વારા જે વોટ્સએપ ગ્રુપ ચાલતા હોય તેમાંથી લેફ્ટ થવાની વાત છે અને ત્યારબાદ પણ માંગણીઓ ન સંતોષાય તો તા .22 ઓક્ટોબરના માસ સીએલ અને તા.2 નવેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. હડતાલ થશે તો તેને કારણે લોકોના રહેણાંક મકાન, પ્લોટો, ખેતીની જમીનો, દુકાનો, ઓફિસોના તબદીલીના વ્યવહારો અને તેના લેખોની નોંધણી બંધ થઈ જશે અને દસ્તાવેજ નોંધણીને અનુસંગિક બીજું કોઈ રેકોર્ડ હોય કે માની લો કે દસ્તાવેજની ખરી નકલઓની માંગણી છે, ઇન્ડેક્સ ટુ ની માંગણી છે તો તેવી કાર્યવાહીઓને અસર થશે.
    Click here to Read More
    Previous Article
    વાલોડના અંધાત્રી ગામે 7-8 વર્ષનો દીપડો પાંજરે પુરાયો:શિકારની શોધમાં આવ્યો હતો, વન વિભાગની ટીમ દ્વારા નર્સરીમાં લઈ જવાયો
    Next Article
    કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાના ધરણાં પ્રદર્શન.:વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને જે.એન.યુ.ના પ્રોફેસરના યૌન ઉત્પીડનના વિરોધમાં વિરોધ,કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાનું ધરણાં પ્રદર્શન .

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment