Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના કસકમાં વરસાદી કાંસનું ધોવાણ થતાં પાર્કિંગની દિવાલ ધસી પડી:આંગણ એપાર્ટમેન્ટની 7થી 8 કાર કાંસમાં ખાબકી, લાખોનું નુકસાન

    17 hours ago

    ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે. કસક વિસ્તારમાં વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત થયો હતો. કસક વિસ્તારમાં આવેલી વરસાદી કાંસ નજીક આંગણ એપાર્ટમેન્ટના પાર્કિંગની દીવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. આ કારણે પાર્ક કરેલી 7થી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી. આ ઘટનામાં વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કસક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પસાર થતી કાંસમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થયું હતું. આ ધોવાણને કારણે આંગણ એપાર્ટમેન્ટના કાર પાર્કિંગનો મોટો હિસ્સો નબળો પડ્યો હતો. આ દરમિયાન પાર્કિંગની દીવાલ અને જમીનનો ભાગ અચાનક ધસી પડ્યો. સાથે જ શેડ પણ તૂટી પડ્યો, જેના કારણે પાર્ક કરેલી અનેક કાર કાટમાળ નીચે દબાઈને કાંસમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કસક વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો પ્રવાહ સોસાયટી પાછળથી પસાર થતી કાંસમાં આવતા પાણીનું ધોવાણ વધ્યું હતું, જેના કારણે પાર્કિંગનો મોટો ભાગ ધસી પડ્યો. રહીશોએ આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે માંગ કરી છે કે, વરસાદી કાંસનું કાયમી ધોરણે મજબૂત કરવામાં આવે અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. આ સિવાય, નુકસાનગ્રસ્ત વાહનોના માલિકોને થયેલા ભારે નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ:પ્રહલાદનગર, ગુરુકુળ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, આગામી 3 કલાક માટે રેડ એલર્ટ; ઈમરજન્સી માટે આ નંબર પર સંપર્ક કરો
    Next Article
    અમદાવાદ ઘેરાયું કાળાડિબાંગ વાદળોમાં:ભરૂચમાં પાણીના પ્રવાહમાં 8 કાર ખાબકી; ઠેરઠેર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment