Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 યુવક પર લાકડી-પાઈપ વડે 8 શખ્સોનો હુમલો:યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી, ભડભીડ ટોલનાકા અને અધેલાઈ ચોકડી પાસે તુટી પડયા

    1 day ago

    ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામના યુવકે શખસને યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી 8 જેટલા શખસોએ અલગ અલગ રીતે ભડભીડ ટોલનાકા અને અધેલાઈ ચોકડી પાસે હુમલો કરી લાકડી-પાઈપ વડે માર મારતા ત્રણ યુવકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જે મામલે વેળાવદર ભાલ પોલીસ મથકમાં 8 શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામે રહેતા મેહુલ બિજલભાઈ તલાવીયાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ગામમાં રહેતા રોહિત દુમાદીયાએ ગત તા.22ના રોજ યુવતીને મેસેજ કરતા તેને મેસેજ નહીં કરવા સમજાવવા જતા રોહિતે બાદમા ફોન કરી તેને અપશબ્દો આપ્યા હતાં. હુમલો કરીને લાકડી-પાઈપ વડે આડેધડ માર માર્યો તેના કુટુંબી ભાઈ જગદિશને ઝધડો કરવા બોલાવતો હતો, દરમિયાન ગત તા.31ના રોજ ભડભીડ ટોલનાકા પાસે તેના કુટુંબી ભાઈ જગદિશભાઈને જયપાલ, જગદિશ, વિશ્વાસ, રાજુએ માર મારતા તેઓ અને તેના કુટુંબી ભાઈ સંદિપ વલ્લભભાઈ તલાવીયા બન્ને બાઈક લઈને જતા હતાં, ત્યારે અધેલાઈ ચોકડી પાસે કારમાં આવેલા રસીક, ઉમેશ, બુધાએ તેઓને ઉભા રાખી હુમલો કરી લાકડી, પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. ત્રણેયને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા 'જો રોહિતને કાંઈ કિધુ તો' જીવતા નહી રહેવા દઈએ તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન મારમારીમાં ઘવાયેલા ત્રણેય યુવકને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. 8 શખસો સામે ફરિયાદ નોંધાઈ જે ફરીયાદ સંદર્ભે પોલીસે રોહિત દુમાદીયા, જગદિશ દુમાદીયા, જયપાલ દુમાદિયા, વિશ્વાસ દુમાદીયા, રાજુ દુમાદીયા, રસીક દુમાદીયા, ઉમેશ દુમાદીયા, બુધા દુમાદીયા (રે. તમામ અધેલાઈ) સામે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 38માં ભવ્ય ઉર્ષનો પ્રારંભ:સંદલ જુલૂસમાં ભક્તિનું ઘોડાપૂર, દેશભરના ગાદીપતિઓ અને બુદ્ધિજીવીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉજવણી
    Next Article
    Gujarati News LIVE | ગુજરાતના આજના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment