Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રજા પૂર્વે જણસીઓ વેચવા ખેડૂતો બેડી માર્કેટિંગ યાર્ડમાં ઉમટ્યા:કહ્યું- ખાતર-દવાના ઊંચા ભાવ સામે મગફળીનું ઉત્પાદન ઓછું, ખેડૂતોને પૈસાની જરૂર, પણ સરકાર સહાય કરતી નથી

    1 day ago

    દિવાળીના તહેવારોની રજાઓ પૂર્વ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ખેત પાકોની પુષ્કળ આવક જોવા મળી રહી છે. દિવાળીની રજાઓ નજીક હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસીઓ લઈને યાર્ડ પર પહોંચી રહ્યા છે. જોકે, આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેતીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઓછો વરસાદ, ખાતર અને દવાના ઉંચા ભાવ સામે મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું થતા ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને પૈસાની જરૂર છે પણ સરકાર સહાય કરતી નહીં હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. વીઘા દીઠ માત્ર 7થી 8 મણ જેટલું જ ઉત્પાદન ચાલુ વર્ષમાં વરસાદ ઓછો થવાને કારણે મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે. વીઘા દીઠ ઉત્પાદન માત્ર 7થી 8 મણ જેટલું જ છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણું ઓછું છે. વળી, દવા, બિયારણ, ખાતર અને મજૂરીના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે. એક વીઘા દીઠ અંદાજે રૂ. 3000થી 4000 સુધીનો મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચો વધી ગયો છે, પરંતુ સામે પાકના ભાવમાં ગત વર્ષની તુલનાએ ખાસ કોઈપણ વધારો નથી. પશુના પીવા પૂરતું પણ પાણી ભરાયું નથીઃ ખેડૂત ખેડૂત રાણાભાઈ વાલાભાઈ પરમારે જણાવ્યું કે, ખેડૂતોને આ વર્ષે ખાતર અને દવાના મોંઘા ભાવ નડી રહ્યા છે અને મગફળીના ભાવ તળિયે બેસી ગયા છે. મગફળીમાં હાથથી 7થી 8 મણનો જ ઉતારો આવ્યો છે અને એક વ્યક્તિની મજૂરી રૂ. 600 હોય ત્યારે એક વીઘાના 4થી 5 હજાર રૂપિયા માત્ર મજૂરી પાછળ જ ખર્ચાઈ જાય છે. વરસાદની પૂરતી ઘટ હોવાના કારણે પશુના પીવા પૂરતું પણ પાણી ભરાયું નથી, જેથી ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેવા ચૂકવવા નાછૂટકે પાક વેચવો પડે છેઃ ખીમજીભાઈ આવી જ રીતે બીજા ખેડૂત ખીમજીભાઈ વાલજીભાઈ પરમારે જણાવ્યું કે, ખેડૂતોને પૈસાની પૂરેપૂરી જરૂર છે અને સરકાર તરફથી કોઈ સહાય કરતી નથી. ગતવર્ષે મગફળીનો ઉતારો 13થી 14 મણનો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 7થી 8 મણ જ થયો છે. ભાવમાં પણ કોઈ ખાસ ફેરફાર નથી અને ગત વર્ષની જેમ જ રૂ. 1300થી 1400ના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોની દિવાળી બગડી ગઈ છે અને તહેવાર ટાંકણે દેવા ચૂકવવા માટે નાછૂટકે ઓછો પાક પણ વેચવો પડે છે. 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મુખ્ય બેડી માર્કેટિંગ યાર્ડમાં 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. શાકભાજી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. તો બટેટા વિભાગમાં 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. તેમજ ડુંગળી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. ગઈકાલે માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા રજા જાહેર કરવામાં આવતા આજથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસીઓ વેચવા ઉમટી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધાનેરાના ખેડૂતો વીજ મિટરના ખોખા લઈને કચેરીએ પહોંચ્યા:7ના બદલે 8 કલાક નિયમિત વીજળીની માંગ કરી; અનિયમિત વીજ પુરવઠાને કારણે સિંચાઈ પર અસર
    Next Article
    ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ:રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેતા કાર્યવાહી, 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment