Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ‘વોટ ચોર ગદ્દી છોડ’ના કોંગ્રેસ કાર્યકરોએ નારા લગાવ્યા:પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરોની અટકાયત, જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેવી માગ

    1 week ago

    સુરતમાં આજે સોમવારે રાજકીય માહોલ ગરમાયો હતો. સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ INDIA ગઠબંધન દ્વારા ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અને CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથેવિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થઈને આ રેલી અઠવાગેટ અને MTB કોલેજ થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચવાની હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને મતદારોના અધિકારોની રક્ષા કરવાની માંગણી સાથે શક્તિપ્રદર્શન કરવાનું આયોજન હતું. ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા લગાવ્યા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ગઠબંધનના કાર્યકરોએ 'વોટ ચોર ગદ્દી છોડ' તેમજ 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો' જેવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, રેલી કલેક્ટર કચેરી પહોંચે તે પૂર્વે જ પોલીસે આંદોલનકારીઓને અટકાવી પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત અગ્રણી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. કલેક્ટર કચેરીએ પહોંચે એ પહેલા જ અટકાયત પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ અને સત્તાધારી પક્ષની મિલીભગતથી લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લોકોનો એકમાત્ર પવિત્ર મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનતા અને યુવાનોમાં રોષ છે. તાનાશાહી વલણ દાખવી વિરોધ પ્રદર્શન કરવાનો બંધારણીય અધિકાર પણ છીનવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની પૂર્વ મંજૂરી હોવા છતાં લોકશાહી ઢબે અવાજ ઉઠાવતા આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડ રોડ પર માતેલા સાંઢની જેમ આવતી કારે રિક્ષા ઉડાવી:પાણીનો જગ ખંભે માર્યો ને સહેજમાં બચ્યો, ફોનમાં વાત કરનારને અડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
    Next Article
    ગુજરાત સરકારની વાહન ખરીદી નીતિમાં મોટો ફેરફાર:હવે ફીલ્ડ ડ્યૂટી માટે EV, ઑફ-રોડ કામગીરી માટે 4WD વાહનો ખરીદી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment