Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડ રોડ પર માતેલા સાંઢની જેમ આવતી કારે રિક્ષા ઉડાવી:પાણીનો જગ ખંભે માર્યો ને સહેજમાં બચ્યો, ફોનમાં વાત કરનારને અડફેટે લેતા પગમાં ફ્રેક્ચર

    1 week ago

    રાજકોટના કાલાવડ રોડ પાસેના જય સરદાર રોડ પરના અક્ષર એવન્યુ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે પાણીની બોટલ સપ્લાય કરતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ગત 3 ઓક્ટોબરના સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને પાછળ ઊભેલા યુવકને જમણા પગે ફ્રેક્ચર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના ચોંકાવનારા CCTV સામે આવ્યા છે. પાણીની બોટલો ઉતારી રહ્યાં હતા ને બેફામ કાર આવી રાજકોટના કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા અને વોટર સપ્લાયર અંકુશભાઈ નગાભાઈ લેવા અને તેમના મોટાભાઈ રાજુભાઈ ભાડે રાખેલી અતુલ રિક્ષા દ્વારા ઘરે-ઘરે મિનરલ વોટરની બોટલો સપ્લાય કરવાનું કામ કરે છે. 3 ઓક્ટોબરે બપોરના 11.45 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ જય સરદાર રોડ પર અક્ષર એવન્યુ પાસે રિક્ષા પાર્ક કરીને મિનરલ પાણીની બોટલો નીચે ઉતારી રહ્યા હતા. તે દરમિયાન જગન્નાથ ચોક તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક સફેદ કલરની ફોર-વ્હીલરે રિક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારી હતી. કાર લઈને ચાલક ફરાર, યુવકને પગમાં ઈજા અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષા નીચે પડી જવાના કારણે રાજુભાઈને જમણા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની ફોરવ્હીલ ગાડી (નં. GJ-03-PM-6787) લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત રાજુભાઈને ગિરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તપાસ કરતા તેમના જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અંકુશભાઈની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા-રાજુલા હાઈવે પર વીજપોલ પડ્યો, વાહનવ્યવહાર ખોરવાયો:હાઈવેના કામ દરમિયાન 108 સહિત વાહનો ફસાયા, અડધા કલાક બાદ રસ્તો ખુલ્લો કરાયો
    Next Article
    સુરતમાં ‘વોટ ચોર ગદ્દી છોડ’ના કોંગ્રેસ કાર્યકરોએ નારા લગાવ્યા:પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરોની અટકાયત, જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેવી માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment