Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સરકારની વાહન ખરીદી નીતિમાં મોટો ફેરફાર:હવે ફીલ્ડ ડ્યૂટી માટે EV, ઑફ-રોડ કામગીરી માટે 4WD વાહનો ખરીદી શકાશે

    1 week ago

    ગુજરાત સરકારે સરકારી વાહનોની ખરીદી નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે પદ અને હોદ્દાના આધારે સરકારી અધિકારીઓ માટે વાહનોની કેટેગરી નક્કી કરવામાં આવતી હતી. હવે અધિકારીઓની કામગીરી અને ફરજના સ્થળને ધ્યાનમાં રાખીને બે નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ આ સુધારો કરાયો છે. નવી વ્યવસ્થા હેઠળ ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે કેટેગરી-F, જ્યારે ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે કેટેગરી-F1 બનાવવામાં આવી છે. આ ઉપરાંત, ફીલ્ડ ડ્યૂટી માટે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ફીલ્ડ ઇન્સ્પેક્શન માટે કેટેગરી-Fમાં 8 વાહનોનો સમાવેશ સરકારની નવી જોગવાઈ મુજબ કેટેગરી-Fમાં મેદાની તપાસ, નિરીક્ષણ અને નિયમોના અમલ સાથે જોડાયેલી કામગીરી કરતા અધિકારીઓ માટે વાહનોની પસંદગી કરવામાં આવી છે. હવે ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ જેવી કામગીરી માટે પણ સરકારી વાહન તરીકે EV પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આ કેટેગરીમાં કુલ 8 વાહનોનો સમાવેશ કરાયો છે. ઑફ-રોડ ફરજ માટે કેટેગરી-F1માં ખાસ વાહનો નવી નીતિમાં કેટેગરી-F1નો સમાવેશ ખાસ કરીને એવા અધિકારીઓ માટે કરવામાં આવ્યો છે, જેમને કાચા રસ્તાઓ, અંતરિયાળ વિસ્તારો, જંગલો અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ફરજ બજાવવી પડે છે. યાદી સિવાયના વાહન ખરીદવા મંજૂરી મેળવવી પડશે ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નર્મદા-જળસંપત્તિ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગ જેવા વિભાગોના ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓને આ જોગવાઈનો લાભ મળી શકશે. જો કોઈ વિભાગને નીતિમાં નક્કી કરાયેલા વાહનો સિવાયનું વાહન ખરીદવાની જરૂર પડે, તો તેના માટે ખાસ કારણો દર્શાવી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી અને સરકારની પૂર્વમંજૂરી મેળવવાની પ્રક્રિયા લાગુ પડે છે. પદની સાથે કામગીરીને પણ પ્રાધાન્ય સરકારના આ સુધારાથી સરકારી વાહનોની પસંદગીમાં અધિકારીના હોદ્દાની સાથે તેની કામગીરી અને ફરજના સ્થળની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એક તરફ ફીલ્ડ ઇન્સ્પેક્શન માટે SUV, MPV અને EVના વિકલ્પો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ ઑફ-રોડ કામગીરી માટે 4WD અને પિકઅપ વાહનોનો સમાવેશ કરાયો છે. આમ, 2023માં પદ આધારિત માળખા પર તૈયાર થયેલી નીતિમાં 2026માં કામગીરી આધારિત બે નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, મેદાની કામગીરી માટે યોગ્ય વાહનોની પસંદગી અને GeM મારફતે ખરીદી આ ત્રણ બાબતો સુધારેલી નીતિનો મુખ્ય ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ‘વોટ ચોર ગદ્દી છોડ’ના કોંગ્રેસ કાર્યકરોએ નારા લગાવ્યા:પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરોની અટકાયત, જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેવી માગ
    Next Article
    આજથી ભાવનગર કલેક્ટર કચેરી નવા સરનામે વિદ્યાનગર ખસેડાઈ:રૂ. 33 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન 'જિલ્લા સેવા સદન' ખાતે કલેક્ટર કચેરી કાર્યાન્વિત, હવે તમામ મહેસૂલી સેવાઓ એક જ સંકુલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment