Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહ્નવી કપૂર પહેલાં નોરતે નૈના દેવી મંદિરે પહોંચી:ઉપવાસ રાખીને હોટલથી પગપાળા માતાજીના દર્શન કરવા ગઈ; રિયા ચક્રવર્તી સાથે નૈનીતાલમાં કરી રહી છે શૂટિંગ

    1 day ago

    બોલિવૂડ એક્ટ્રેસિસ જાહ્નવી કપૂર અને રિયા ચક્રવર્તી હાલમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં નવી થ્રિલર-રોમેન્ટિક ફિલ્મ ‘પી.એન. 36’નું શૂટિંગ કરી રહી છે. રવિવારે નવરાત્રિના પ્રથમ દિવસે ઉપવાસ રાખીને જાહ્નવી કપૂર હોટલથી પગપાળા ચાલીને નૈના દેવી મંદિરે પહોંચી હતી. અહીં તેણે માતાની આરતી કરી અને પૂજા-અર્ચના કરી. મંદિર સમિતિ તરફથી તેને માતાની ચૂંદડી ભેટ આપવામાં આવી હતી. જાહ્નવી અને રિયાએ વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ફિલ્મના એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ પણ કર્યું. અત્યાર સુધી ફિલ્મનું શૂટિંગ નૈનીતાલની સ્વિસ હોટેલમાં થયું છે. શનિવારે બંને એક્ટ્રેસિસે અહીં શૂટિંગ કર્યું હતું. તેમજ હોટેલ નમઃમાં પણ ફિલ્મનાં કેટલાક દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. જોકે, આ શૂટિંગ નૈનીતાલની બહાર થયું છે. શૂટિંગ દરમિયાન બંને એક્ટ્રેસિસ નૈનીતાલમાં જ છે. બ્રેક દરમિયાન તેઓ આસપાસના વિસ્તારોમાં ફરવા જાય તેવી શક્યતા છે. બંનેના કૈંચી ધામ જવાની પણ ચર્ચા છે, જોકે હજુ દર્શનનો કાર્યક્રમ નક્કી થયો નથી. જાહ્નવી કપૂર પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખી રહી છે. તે સવારે લગભગ 7 વાગ્યે મલ્લીતાલના રોપવે માર્ગ પર આવેલા બુલ્સ જિમમાં વર્કઆઉટ કરવા પહોંચી હતી. ‘પી.એન. 36’માં સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા અને એક્ટર સિદ્ધાર્થ ગુપ્તા પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન ઉમેશ બિષ્ટ કરી રહ્યા છે. તસવીરો જુઓ-
    Click here to Read More
    Previous Article
    અમરેલીના મોટા કણકોટ ગામે યુવાન પર દીપડાનો હુમલો:માથા, ગાલ અને હાથ પર ઈજા, અમરેલી સિવિલ ખસેડાયો; દીપડાને પકડવા વનવિભાગે શરૂ કર્યું સ્કેનિંગ
    Next Article
    દિલ્હીમાં ટ્રેન-બસો રોકવામાં આવી:સરકારના ગુંડાઓ મહિલાઓને મારી રહ્યા છે, રાહુલે કહ્યું- મોદી જ્ઞાનેશ કુમારને પ્રોટેક્ટ કરી રહ્યા છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment